Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ: 12 કર્મચારીઓનો આબાદ બચાવ

Share

સુરત શહેરમાં વધુ એકવાર આગની ઘટના બની હતી. સુરતના કતાર ગામની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં 12 જેટલા કર્મચારીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. તમામને લેડર મશીનની મદદથી બચાવી લેવાયા હતા. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી અને બીજા અને ત્રીજા માળે કર્મચારીઓ કામ કરતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ લાગી હતી. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ શોર્ટસર્કિટને કારણે સાડી પોલીસના મશીનમાં લાગી હતી. કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જેને કારણે દોડધામ મચી ગઈ હતી. આગ નીચેના ફ્લોર પર લાગી હતી. પરંતુ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળે એમ્બ્રોઈડરી કારખાનાના કારીગરો રહેતા હતા. બીજા અને ત્રીજા માળે ઓડિશાના કારીગરો રહેતા હતા.

Advertisement

આગના બનાવની જાણ થતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે દોડી ગયા હતા. આગને બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા માળે 12 જેટલા કારીગરો હતા, જેમને લેડરની મદદથી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. એક કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં તમામ 12 કારીગરોને બચાવી લેવાયા હતા. આમ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ અનેક સાડીના રોલ આગમાં બળી ગયા હતા.


Share

Related posts

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે ફરીને ટેક હોમ રેશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વડોદરામાં મોહરમ પર્વ ઉજવવા મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ.

ProudOfGujarat

પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજીત “પોષણ વાટિકા મહાભિયાન-વૃક્ષારોપણ -વર્કશોપ” યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!