Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: કતારગામ વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા: હત્યારાઓ ફરાર

Share

સુરતના કતારગામ વિસ્તારમાં અકે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

સુરત શહેરના કતારગામ સંતોષી નગર નજીક નશામાં ચૂર ટપોરીએ રત્નકલાકારને ફટકારી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને બોલાવી આરોપી પ્રશાંતે સંજયને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મૃતકના ભાઈ દિપક વાણિયાએ જણાવ્યું હતું કે, સંજય રત્નકલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદ રૂપ થતો હતો. મૂળ ભાવનગર મોઢેશ્વરીના રહેવાસી છીએ, વર્ષોથી સુરતમાં રહીને રોજગારી મેળવી રહ્યા છે. ત્રણ પરિણીત બહેનો બે ભાઈ અને માતા-પિતા એમ 7 જણાનું પરિવાર છે. પ્રશાંતે બુધવારની સાંજે સંજયને આયોજન પૂર્વક બોલાવ્યો હતો. દારૂના નશામાં ચૂર પ્રશાંતે બાકી નીકળતા રૂપિયા નહીં આપવા પડે એ માટે ભાઈ સંજય પર હુમલો કરી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી છે.


Share

Related posts

વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચના ટ્યુશન ક્લાસીસ સંચાલકોની ફાયર એન.ઓ.સી માટે પાલિકા પ્રમુખને રજૂઆત.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીનાં વેર હાઉસમાંથી ૨૨ લાખ રૂપિયાનો સામાન ચોરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!