Proud of Gujarat
SportFeaturedGujaratINDIA

સુરત : વેઇટલિફ્ટિંગમાં નેશનલ કક્ષાએ આયુષી ગજ્જર અને નિલેશ યાદવ ગુજરાતનો ડંકો વગાડશે

Share

વેઇટલિફ્ટિંગ ક્ષેત્રની અંદર પણ હવે ઇન્ડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતીઓ મેદાન ગજવવાની તૈયારીમાં છે. ચેમ્પિયનશિપમાં સુરતના બે ખેલાડી- આયુષી ગજ્જર અને નિલેશ યાદવની પસંદગી થઈ છે. IWF દ્વારા વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 9થી 13 સપ્ટેમ્બર 2021 પટિયાલા ખાતે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતનાં આ બે રમતવીરો 32 વર્ષ બાદ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યાં છે.પર્વત પાટિયા વિસ્તારમાં સારથિ ભંડારી દ્વારા તેમને કોચિંગ આપવામાં આવી રહ્યું છે. થોડા સમયની ટ્રેનિંગમાં જ નિલેશ યાદવ અને આયુષી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યાં છે.

જેટલી પણ સુવિધા છે એનો ઉપયોગ કરીને તેઓ હાલ સખત મહેનત કરીને રાજ્યનું નામ રોશન કરવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. વેઇટલિફ્ટિંગ રમતમાં તેમનો રસ એટલો જોવા મળ્યો કે તેમણે ખૂબ જ ઝડપથી ફરી સખત પુરુષાર્થ કરીને મેડલો મેળવવાનો સિલસિલો યથાવત્ રાખ્યો છે. નિલેશ યાદવ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં પણ દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.

Advertisement

સુરત જિલ્લાની એમ. એ. આઈ કઠોર સ્કૂલમાં ધોરણ-12 સુધી અભ્યાસ કરતો હતો. એ દરમિયાન તેણે વેઇટલિફ્ટિંગમાં પોતાની તાકાત બતાવી દીધી હતી. પિતા ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. નિલેશ યાદવ અત્યારસુધીમાં રાજ્યકક્ષાની કોમ્પિટિશનમાં 4 વખત ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. ખેલો ઇન્ડિયા ગૌહાટી 2020માં તેણે રાષ્ટ્રીય લેવલે સિલ્વર મેડલ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.

કામરેજના એચ સ્કવેરના જિમ-સંચાલકો તેને વિનામૂલ્યે જિમ કરવા માટેની છૂટ આપે છે. નિલેશ યાદવ અત્યારે જે સ્કોર ઉપર રમી રહ્યો છે, એનાથી તે ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોમાં સુધીનું સપનું જોઈ રહ્યો છે. આયુષી ગજ્જર 17 વર્ષની છે. તેના પિતા ટેક્સટાઈલમાં કામ કરે છે.

તેનો શારીરિક બાંધો જોતાં તેના સ્કૂલ-ટીચરે વેઇટલિફ્ટિંગના ટ્રેનર સાથે તેની મુલાકાત કરાવી હતી. માત્ર છ મહિના જેટલી ટ્રેનિંગથી જ આયુષી ગજ્જર જબરદસ્ત પર્ફોર્મન્સ આપી રહી છે. હૈદરાબાદ ખાતે વર્ષ 2020માં રાષ્ટ્રીય સ્તરની કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં તેણે ગોલ્ડ મેળવ્યો હતો. આયુષી પોતાના ડાયટ ફુડમાં કોઈપણ પ્રકારનું નોન-વેજ લેતી નથી. તે પ્યોર વેજિટેરિયન છે.

આયુષનું એવું માનવું છે કે નોન-વેજ પ્રોટીન તેમ જ અન્ય સપ્લિમેન્ટ ખોરાકમાં મળી શકે છે, પરંતુ એવી ધારણા ખોટી છે. હું વેજિટેરિયન હોવા છતાં પણ ખૂબ જ સારી રીતે આહાર લઇ રહ્યું છે, જેનાથી મને રમતમાં ખૂબ લાભ થાય છે.


Share

Related posts

લોક ડાઉન દરમિયાન ગોધરાનાં મહાકાળી મંદિર ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ રોજના 700 લેખે 12,000 થી વધુ ફુડ પેકેટનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ઉમેદવારને જીતાડવા લગાવશે એડી-ચોટીનું જોર….જાણો વધુ.

ProudOfGujarat

પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!