Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબા APMC નાં ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વેલાછા ગામે કોસંબા એ.પી.એમ.સી.નાં નવા નીમાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

કોસંબા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે દિલીપસિંહ રાઠોડ અને વાઈસ ચેરમેન તરીકે અનિલ શાહની નિમણૂક કરવામાં આવી છે ત્યારે વેલાછા ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શાલ ઓઢાડી અને હાર પહેરાવીને ચેરમેન અને વાઇસ ચેરમેનનું મંત્રી ગણપતસિંહ વસાવા તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવા, કોસંબા એ.પી.એમ.સીનાં ચેરમેન દિલીપસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન અનિલ શાહ, જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, હર્ષદ ચૌધરી, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપક વસાવા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં 132 મી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભીમ ડાયરો યોજાયો

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!