સુરત શહેરમાં જે રીતે દિન પ્રતિ દિન ટ્રાફીકની સમસ્યા વધી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો કેમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે જેથી શહેરમાં લોકોને ત્રાફિક બાબતે જાગૃતા આવે અને કેટલાક અંશે શહેરમાં ટ્રાફીકની સમસ્યામાં નિરાકરણ આવે.સુરત શહેર જે એવું શહેર સાવર પડતા રાત્રીના મોડેક સુધી ભાગતું દોડતું હોય છે સાથે શહેરમાં જેમાં વિકાસ અને પ્રગતિ થઈ રહી છે, તેવામાં સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ તેટલાં પ્રમાણમાં વધી રહી છે.
જેથી સુરત શહેત ટ્રાફીક પોલીસ દ્વારા સતત ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યાં એક કેમ્પિયન શરૂ કરવામાં આવ્યું ‘ આઈ ફોલો ‘ જે 35દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવશે.સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જાણવામાં આવ્યું કે અલગ અલગ દિવસો પ્રમાણે ટ્રાફિક DCP પ્રશાંત સુંબ્બેની અધ્યક્ષમાં શહેરના અલગ અલગ પોઈન્ટો પર કર્યક્રમો કરવામાં આવશે જેમાં કુલ પાંચ તાબબકમાં કર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અને આઈ ફોલો કાર્યક્રમ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે.ટ્રાફિક નિયમોનું પાલન કરનાર 9000 લોકોને સન્માનરૂપે આઈ ફોલો સ્ટીકર આપવામાં આવેલ છે. – કુલ્લે ૨૭ પ્રાઇમ લોકેશન ઉપર ડોર્ડીંગ્સ બોર્ડ લગાડવામાં આવેલ સુંદર “i-follow Campaign-21 (અભિયાન)માં શહેરના પ્રતિષ્ઠિત પ્રભાવશાળી વ્યક્તિઓ અને સંસ્થાઓને જોડવામાં આવી રહેલ છે.
૨૦,૦૦૦ “નો પાર્કિંગ ચેમ્પીયન” લખેલ સ્ટીકર નો પાર્કિંગમાં પાર્ક થયેલ વાનના પાછળના ભાગે ચોટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.૨૦,૦૦૦ નો હેલ્મેટ ચેમ્પીયન” લખેલ સ્ટીકર ડેલ્મેટ પહેર્યા વગર ટુ – વ્હીલર ચલાવનાર ના વહાન ના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.૧૦,૦૦૦ -રોંગ સાઇડ ચેમ્પીયન” લખેલ સ્ટીકર રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકના વાહનના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.
– નિયમોનું પાલન કરનાર ૧૪૦૦૦ લોકોને સન્માનરૂપે આઈ ફોલો સ્ટીકર આપવામાં આવશે. સમગ્ર અભિયાન દરમ્યાન ટ્રાફિક નિયમોનું પાલન કરતા ૨૦૦૦ વાહન ચાલકોને આઈ ફોલો ટોપી આપી સન્માનિત કરવામાં આવશે. ૨૦૦ વાહન ચાલકો કે જેઓ સતત ટ્રાફિક નિયમોનું પાલન કરતા હોય અને અભિયાન દરમ્યાન ટ્રાફિક તરફથી આપવામાં આવેલ ફોલોવર્સના કાર્ડમાં પાંચ વાર સ્ટેપ થયેલ હોય તેઓને ટ્રોફી આપવામાં આવશે.