Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ઝીંક પ્રોજેક્ટને મંજૂરી ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

આજરોજ ઉમરપાડા કોંગ્રેસ સમિતિના કાર્યકર તરફથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે હિન્દુસ્તાન ઝિંક પ્રોજેક્ટ સ્થાપના કરવામાં આવનાર છે, આ પ્રોજેક્ટ આવવાથી આદિવાસી વિસ્તારના આજુબાજુના 50 કિલોમીટરના નજીકના ગામોમાં પર્યાવરણ, શુદ્ધ પીવાનું પાણી અને એમના દ્વારા પ્રદૂષણ ફેલાવવાના હોવાથી માનવ જીવન પર ગંભીર અસર થવાની છે તે પ્રોજેક્ટને આખી દુનિયામાંથી જાકારો મળ્યો છે તેવી કંપની આ વિસ્તારમાં ના આવે તે માટે તાપી કલેક્ટરને તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપ સાહેબ દ્વારા જાણ કરી આ વેદાંત પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ન આવે એવી ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી માંગણી કરવામાં આવી છે.

આ પ્રસંગે હરીશ વસાવા, ભુપેન્દ્રભાઈ દારાસીંગ ભાઈ, ગંભીરભાઇ, વિગેરે કાર્યકરોએ હાજર રહીને આવેદનપત્ર ઉમરપાડા મામલતદાર ખાતે આપવામાં આવ્યું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો બપોરે ત્રણ કલાકે બંધ જોવા મળી રહ્યા છે.

ProudOfGujarat

NCC કેડેટસની સાબરમતીથી નીકળેલી સાયકલ રેલી સુરત પહોંચી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના વિકાસલક્ષી પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!