કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેનું જીવતું ઉદાહરણ એક નાની ઉંમરે એટલે કે 3 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસના રિપોર્ટ સાથે સિવિલ લવાતા દાખલ કરી એની સારવાર શરૂ કરાઇ છે. રાજ્યભરમાં કોરોના કેસ ઘટતા ગયા છે.
પરંતુ હવે ત્રીજી લહેરની દહેશતને કારણે તંત્ર તૈયારીઓ કરવા લાગ્યું છે. આ દરમિયાન જ સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ મચી ગઈ છે. 3 વર્ષના બાળકને કોરોના શંકાસ્પદ છે.
ત્યારે જ મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો છે.3 વર્ષના બાળકે ગુરુવારે રાતે ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.
જેમાં મ્યુકરમાઇકોસિસની સાથે સાથે કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બાળકને તાત્કાલિક સારવાર માટે G-4 માં દાખલ કરવામાં આવ્યું હતું. ચેકઅપ કર્યા બાદ બાળકને આંખ, કાન અને દાંતના ડોક્ટરોને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો.
એટલું જ નહીં બાળકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને હાયર સેન્ટર પર રીફર કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન જ અચાનક બાળક અને તેનો પરિવાર શુક્રવારના દિવસે જતો રહ્યો હતો.