પ્રથમવાર ઓલમ્પિક માં ભારતીય ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના સ્પોર્ટસ ડ્રેસ પહેરશે, જે સુરત માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી ઓલિમ્પિક ના ઈતિહાસમાં જે પણ એથેલીટ રમવા જતા હતા. તે ચીનમાં તૈયાર થતા ફેબ્રિકના સ્પોર્ટસ કોસ્ચ્યુમ પહેરતા હતા. પરંતુ કોરોના કાળ માં કેન્દ્ર સરકાર ના કડક વલણના કારણે સર્ક્યુલર નિટીંગ હવે ચાઇનાથી આયાત થતું નથી. પરંતુ સુરતના જ કાપડના વેપારીઓ ફેબ્રિક તૈયાર કરી રહ્યા છે.
આજ કારણ છે કે, પ્રથમવાર ઓલમ્પિક માં ખેલાડીઓ સુરતમાં તૈયાર આ ફેબ્રિકના સ્પોર્ટ ડ્રેસ પહેરી મેદાનમાં ઉતરશે. દુતીએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી, કહ્યું- ટોક્યો ઓલમ્પિકની તૈયારી માટે કાર વેંચી સુરત સર્ક્યુલર નિટીંગ ઉત્પાદનમાં હબ બની ગયું છે.વિશ્વભરના સ્પોર્ટ્સ મેન જે કાપડને પસંદ કરી રહ્યા છે, તે કાપડ હવે સુરતમાં બનવા લાગ્યું છે. સર્ક્યુલર નિટીંગ ફેબ્રિક માટે અત્યાર સુધી ચાઇના વિશ્વમાં સૌથી મોટું માર્કેટ ધરાવતું હતું. પરંતુ કોરોના કાળમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના કારણે ચાઇનાથી 800 ટન જેટલું કાપડ ભારતમાં આયાત થતું હતું. તેની પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જેના કારણે સુરતના વેપારીઓને આ કાપડ બનાવવાની સુવર્ણ તક મળી અને આ જ કારણ છે કે, સુરત સર્ક્યુલર નિટીંગ ઉત્પાદનમાં હબ બની ગયું છે. સુરતમાં તૈયાર આ કાપડ વિશ્વમાં જાય છે. સુરત માં તૈયાર આ કાપડ વિશ્વમાં જાય છે અને મોટા-મોટા ખેલાડીઓ માટે તે પહેલી પસંદ બની ગયું છે. હાલ ઓલમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓ સહિત અન્ય ખેલાડીઓ અને એથલીટ્સ સુરતમાં તૈયાર આ કાપડના સ્પોર્ટસ ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરશે. કાપડ બનાવનાર વિષ્ણુભાઈનું કહેવું છે કે ઓલમ્પિકમાં પણ ખેલાડીઓ જે કાપડનો ડ્રેસ પહેરે છે, તે સુરતમાં તૈયાર થયા છે. અમે અહીંથી કાપડ દેશની અન્ય મંડીઓમાં મોકલતા હોઈએ છીએ અને ત્યાંથી વિશ્વના અનેક દેશોમાં આ કાપડ જાય છે. કાપડની ખાસિયત છે કે, એનાથી પરસેવો સહેલાઈથી સુકાઇ જાય છે. ખેલાડીઓને મુવમેન્ટ કરવામાં પણ સરળતા રહે છે. જેની કિંમત 80 રૂપિયાથી લઇને 200 રૂપિયા મીટર છે. આ કાપડ કિલોના ભાવે વેચાય છે.