Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIA

રાજ કુન્દ્રા કેસના તાર સુરત સાથે જોડાયા: ફિલ્મોને લઈને થયો મોટો ખુલાસો

Share

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસ હાલ ચારેતરફ ચર્ચામાં છે. આ કેસમાં પોલીસ તપાસમાં નવા વળાંકો આવી રહ્યાં છે. ત્યારે આ પોર્નોગ્રાફી કેસનુ સુરત કનેક્શન સામે આવ્યું છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસના તાર સુરત સાથે જોડાયા છે. સુરતનો તન્વીરની રાજ કુન્દ્રાની એપ માટે ફિલ્મ બનાવતો હોવાનો ખુલાસો થયો છે.

રાજ કુન્દ્રાની ધરપકડ થતા જ તેની તપાસનો રેલો સુરત સુધી આવે તેવી શક્યતા હતી. ગુજરાતનુ સુરત શહેર પોર્ન ફિલ્મોનું નવુ હબ બની ગયું છે. મુંબઈના ક્રાઈમ બ્રાન્ચ સામે તાજેતરમાં સુરતના તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યાં હતા. ત્યાર હવે રાજ કુન્દ્રા કેસના તાર પણ સુરતના તન્વીર સાથે જોડાયેલા છે. સુરતના તન્વીરની અગાઉ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી ચૂકી છે. તનવીર પોર્ન ફિલ્મને અલગ અલગ OTT એપ્સ પર અપલોડ કરવાનું કામ કરતો હતો.

Advertisement

રાજ કુન્દ્રાની ધરપકડ થતા જ તેના તન્વીર સાથે કોઈ કનેક્શન છે કે નહિ તે જાણવામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ લાગ્યુ હતું. ત્યારે તપાસમાં સામે આવ્યું કે, સુરતનો તન્વીરની રાજ કુન્દ્રા ની એપ માટે ફિલ્મ બનાવતો હતો. ‘TAN’ ડાયરેક્ટેડ ફિલ્મના ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ માત્ર હોટશૉટ એપ પર રિલીઝ થશે. તો મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે હોટશૉટ એપની છે. તન્વીરે મુંબઇ અને સુરતમાં અનેક જગ્યાએ પોર્ન ફિલ્મ શૂટ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. થોડા મહિના પહેલા સુરતમાંથી તન્વીરને પણ પોર્ન ફિલ્મ મેકિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ ઉચકી ગઈ હતી. રાજ કુંન્દ્રા કેસમાં તન્વીરના રોલની પણ તપાસ થાય તેવી શક્યતા છે. ઓછા ખર્ચે બનતી પોર્ન ફિલ્મોનો કરોડોનો બિઝનેસ હોય છે.


Share

Related posts

એક નહી બે નહી પણ 43 વાર કોરોનને માત આપી લંડનના આ 72 વર્ષીય શખ્સે..જાણો વધુ.

ProudOfGujarat

अंतिम… द फायनल ट्रुथ के फर्स्ट लुक को मिलनेवाली शानदार प्रतिक्रिया के लिए दर्शकों को धन्यवाद देते हुए, आयुष शर्मा ने सलमान खान और महेश मांजरेकर के प्रति आभार व्यक्त किया!

ProudOfGujarat

મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!