Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પિતાનું 6 મહિના પહેલાં કોરોનામાં અવસાન થયા બાદ ઈજનેર પુત્રએ માનસિક તણાવમાં ફાંસો ખાધો, જાણો શું હતું તેની પાછળનું તથ્ય ..?

Share

સુરતમાં વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો, સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલ રો હાઉસમાં એક સિવિલ ઇજનેરે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 6 મહિના પહેલાં પિતાનું કોરોના મહામારીમાં મૃત્યુ થયા બાદ ઋષિત માનસિક તણાવમાં રહેતો હતો.

લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો ઋષિત દોઢ વર્ષથી ચાલતી મહામારીની બીમારીને લઈ આર્થિક ભીંસમાં આવી જતાં વધુ પડતો તણાવમાં રહેતો હોવાનું નજીકના મિત્રોએ જણાવ્યું હતું. જોકે ઋષિતના આપઘાતનો લઈ પરિવારે મૌન ધારણ કર્યું હતું. પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના એક બંગલામાં બુધવારની મોડી સાંજે એક યુવાન ઋષિત ઝવેરીનો મૃતદેહ પંખા પર ચાદર સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.

Advertisement

પરિવારની પૂછપરછમાં ઋષિત સિવિલ ઈજનેર હોવાનું અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઋષિતના આપઘાતને લઈ કોઈ કારણ જાણી શકાયું નહોતું નજીકના મિત્રોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે ઋષિત એક મહેનતુ અને પ્રામાણિક મિત્ર હતો. કોરોના મહામારીને લઈ વેપારધંધા પડી ભાંગતાં બેકાર થઈ ગયો હતો. એમ કહી શકાય કે આર્થિક ભીંસને લઈ માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો.

લગભગ 6 મહિના પહેલાં તેના પિતાનું પણ મહામારીમાં મૃત્યુ થતાં ઋષિત તણાવમાં રહેતો હતો. ઋષિતના આપઘાત પાછળ બેરોજગારી અને આર્થિક ભીંસ જવાબદાર કહી શકાય છે. ઋષિતને ગ્રુપના ઘણા મિત્રોએ આર્થિક રીતે મદદ પણ કરી હતી. જોકે હાલ તેના આપઘાતના અંતિમ પગલાને લઈ તમામ મિત્રોએ એક સારો મિત્ર ગુમાવી દેતાં શોક વ્યક્ત કરી રહ્યા છે.


Share

Related posts

भूषण कुमार की टी-सीरीज़ ने एक अनोखा सिंगल किया रिलीज, जिसमें सुकृति कक्कड़ और प्रतीक कक्कड़ प्यार में विश्वासघात की भावना व्यक्त करते हुए आ रही है नज़र!

ProudOfGujarat

મનુબરના યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું. મોત થવાનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!