Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતર્યો : સ્વચ્છતા અને અવ્યવસ્થાપનનો અભાવ સામે આવ્યો.

Share

સરકારી હોસ્પિટલોની અવદશાનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એક વૃદ્ધના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. મોટા અને જાડા ઉંદરો સાથે માખીઓના ત્રાસ વચ્ચે પોસ્ટમોર્ટમ કરવા ડોક્ટરો મજબૂર હોવાનું કહી રહ્યા છે.

ઉંદરની આ સમસ્યા લાંબા સમયથી ઘર કરી ગઈ છે છતાં કોઈ નિકાલ નહિ કરાતો હોવાનું પોસ્ટમોર્ટમ રૂમના કર્મચારીઓ કહી રહ્યા છે. અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરી પેટિયું રળી ખાતાં 60 વર્ષનાં લક્ષ્મીબેનના મૃતદેહનો પગ રાત્રિ દરમિયાન ઉંદરે કોતરી ખાતાં કર્મચારીઓ જ નહીં પણ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતા. લક્ષ્મીબેન ઘરમાં પડી ગયાં હતાં.

Advertisement

બાદમાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયાં હતાં, જેમનું મંગળવારની રાત્રે મોત થયા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મુકાયો હતો. મૃતક લક્ષ્મીબેનના જમાઈ ભરત વસાવાએ જણાવ્યું હતું કે તેમને આ બાબતે કશું પણ કહેવામાં આવ્યું નથી, પરંતુ જો આવું થયું છે તો એ ગંભીર બાબત છે.

મૃતદેહનો મલાજો પણ જળવાયો નથી. લક્ષ્મીબેન મારી માતા સમાન છે. સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ પણ સુરક્ષિત ન હોય તો એ માટે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ.


Share

Related posts

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ફોકડી ગામે નકલી ચલણી નોટો છાપવાનુ કૌભાંડ ઝડપાયુ…

ProudOfGujarat

ઘી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી.ની ૯૭ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

मिलिंद सोमन ‘पौरशपुर’ में तीसरे लिंग का चित्रण करेंगे!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!