Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સુંદરભાઇ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા મંત્રી ગણપતભાઈ વસાવા કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા.

Share

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ સુંદરભાઈ વસાવા અને અન્ય કોંગ્રેસ કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાતાં મંત્રી ગણપતભાઈ વસાવાએ તમામ કાર્યકર્તાઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં આવકાર્યા હતા.

આમલીડાબરા ગામના કોંગ્રેસી આગેવાન સુંદરભાઈ ખેતિયભાઈ વસાવા પાંચ વર્ષ અગાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદે તેમજ હાલમાં તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ પદે કોંગ્રેસ પક્ષની સંગઠન લક્ષી કામગીરી કરી રહ્યા હતા. તેઓ તેમના સહકાર્યકરો ધવલભાઇ વસાવા, હિરેનકુમાર વસાવા, અમીરભાઈ વસાવા, ગોવિંદભાઈ વસાવા, અનિલભાઈ વસાવા સહિતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના થઈ રહેલા સર્વાંગી વિકાસથી અમે પ્રભાવિત થયા છે. તેમજ માંગરોળના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા જે રીતે વિસ્તારમાં સર્વાંગી વિકાસના કાર્યો થઇ રહ્યા છે. જેવા કે આદિવાસી વિસ્તારમાં સિંચાઈનુ પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા સહિતના વિકાસલક્ષી કાર્યો આગળ વધે અને તેમાં સહયોગ આપવાના હેતુસર તેઓ કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

નડિયાદ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાનાં નસારપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

આનંદ એલ રાયે કહ્યું, “ફરી આવી હસીન દિલરૂબા અમારી અત્યાર સુધીની સૌથી ક્રેઝી સ્ટોરી છે!”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!