Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નં. 1 પર ૨ થી ૩ રાઉન્ડ ફાયરિંગ થતા અફરાતફરી સર્જાઇ-એક યુવાન ઘાયલ..

Share

સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નં. 1 પર ૨ રાઉન્ડ ફાયરિંગ થતા અફરાતફરી સર્જાઇ-એક યુવાન ઘાયલ..જાણવા મળ્યા મુજબ સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ૧ ઉપર મોડી સાંજે લિંબાયત વિસ્તાર ના એક યુવાન ઉપર ૨ થી ૩ રાઉન્ડ ફાયરિંગ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…

ફાયરિંગ માં ઘાયલ યુવાન ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ સમગ્ર બાબત અંગત અદાવત માં બની હોવાનું હાલ પ્રાથમિક જાણકારી માં પ્રાપ્ત થઇ રહી છે અને ફાયરિંગ ની ઘટના બાદ પોલીસ નો મોટો કાફલો સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર દોડી ગયો હતો …

Advertisement

હાલ સમગ્ર મામલે પોલીસે ફાયરિંગ કરનાર ઇશમ ની ઓરખ વિધિ હાથધરી તેમજ ઘાયલ યુવાન ના નિવેદનો લેવા સાથે આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે…

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત માં દિવસે મેં દિવસે ગુના ખોરી ના ગ્રાફ માં વધારો થઇ રહ્યો હોય તેમ એક પછી એક ચર્ચાસ્પદ ઘટના બાદ થી લોકો વચ્ચે ચર્ચાઓ પણ ટોક ઓફ ધી ટાઉન બની છે..


Share

Related posts

મતદાન બાદ વિવાદિત નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું એમની ટિકિટ કપાવાનું કારણ.

ProudOfGujarat

પ્રાથમિક મિશ્ર શાળા સુડી માં આમોદ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદશન યોજયું

ProudOfGujarat

માંગરોળના ઝંખાવાવમાં ભાજપ કાર્યકરોની ટિફિન બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!