Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્કૂલ ક્યારે ખોલશો? : સુરત : ખાનગી શાળાના સંચાલકોએ ધો.9 થી 12 ની શાળાઓ શરૂ કરવા સરકારને રજૂઆત કરી ચીમકી આપી.

Share

કોરોના સંક્રમણના પગલે ઘણા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવા દેવાની માં ઉઠી છે. સ્વનિર્ભિર શાળા સંચાલકો દ્વારા કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં જ ફરીથી શાળાઓ ખોલવા દેવાની માંગ કરાઈ છે. શાળા સંચાલકોએ કહ્યું કે, સરકાર ત્રીજી લહેરની રાહ જોવાની માનસિકતા ખોટી રાખી રહી છે. હાલ દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ શૈક્ષણિક કાર્ય શરૂ ન થતા ખાનગી શાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
બધુ જ અનલોક થયું છે. ક્લાસીસને પરમીશન મળી છે ત્યારે શાળાઓને કેમ નહીં-તેવા સવાલ સાથે ડીઈઓને રજૂઆત કરાયા બાદ શાળા સંચાલકોએ ઉમેર્યું કે, બે દિવસમાં પરમીશન ન મળે તો ગુરૂવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓની મંજૂરીથી શાળાઓ શરૂ કરી દઈને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું
કોરોના સંક્રમણ ઓછું થતાં સરકારે ધીરે ધીરે મોટાભાગના ક્ષેત્રો અનલોક કર્યા છે. જેમાં સરકારે અંતિમ તબક્કામાં સ્વિમિંગ પૂલ, સરકારી શાળાઓ, થિયેટર પણ શરૂ કરવાની મંજૂરી આપી છે. તો ખાનગી શાળા શરૂ કરવા માટે સરકાર કેમ ઉદાસીન જણાય રહી છે. ખાનગી શાળાના સંચાલકોનું માનવું છે કે, સરકાર જે પ્રકારની ગાઈડલાઈન આપે તેને અનુસરવા માટે અમે બંધાયેલા છે. તમામ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જ શાળા શરૂ કરવા માટે પણ અમે તૈયાર છીએ.

ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ શરૂ કરવામાં આવે તે પ્રકારે ઝડપથી નિર્ણય લેવો જરૂરી છે. ઓફલાઈન શિક્ષણ કરાવવું વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે, કારણ કે, ઘણી એવી ગામડાઓની સ્કૂલો છે કે, જ્યાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓનો નથી. તેના કારણે ત્યાં પણ બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકતા નથી. કોરોના સંક્રમણ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ત્યારે સરકારે ઝડપથી આ દિશામાં નિર્ણય લેવો જોઈએ.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

ProudOfGujarat

વાલિયા તાલુકાના ગુંદિયા ગામે સફાઇ કરવાના મુદ્દે ગાળો દઇને લાકડીથી હુમલો.

ProudOfGujarat

આમોદ જંબુસર માર્ગ પર ગટર તૂટી જતા એક ઇટ ભરેલો આઇસર ટેમ્પો ફસાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!