Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વેસુમાં માનસિક તણાવમાં 10 માં માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરબ્રિગેડે બચાવી.

Share

સુરત શહેરના વેસુમાં 10 માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરે એક કલાકની ભારે દિલધડક જહેમત બાદ બચાવી લીધી હતી. માનસિક તણાવમાં મહિલાએ મોતને વ્હાલું કરવા લગભગ 120 ફૂટની ઉચાઈએથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતા પરિવારના હોશ ઉડી ગયાં હતાં.

ફાયરના જવાનોએ 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેરનોટ સાથે રેસ્ક્યૂના ત્રણેય વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળ રહ્યાં હતાં. ફાયરની સમય સૂચકતાથી પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. કોરોનામાં પારિવારિક 2 સભ્યોના ઉપરાઉપરી મોત બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.

Advertisement

એક મહિલા વેસુ નંદનવન-1 ના 10 માળે ગેલેરીમાંથી આપઘાતનો પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળતા તાત્કાલિક ફાયરના જવાનો TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેર નોટ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એક બાજુ TTL ગાડી ની 54 મીટર ની ઉંચાઈ સુધી લઈ જવાતી સીડીની મદદ લેવાઈ હતી. તો બીજી બાજુ જમ્પિંગ સીટ ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરાઈ હતી, અને ત્રીજી ટીમ ચેરનોટ એટલે કે, શરીરે દોરડા બાંધી 11 મા માળેથી 10 માં માળે ઉતરવાની કોશિશ કરી મહિલાને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ફાયરે ત્રણેય વિકલ્પ સાથે કામગીરી કરી બીજી બાજુ મહિલાને વાતોમાં ભેરવી હતી. જેને લઈ ચેરનોટની ટીમએ અચાનક ઉપરથી ગેલેરીમાં કુદી મહિલાને પકડીને ખેંચી લીધી હતી. આ રીતે મહિલાનો બચાવ થતા જોઈ પરિવાર ભાવુક બની ગયો હતો. અનેકવાર આભાર વ્યક્ત કરી કામગીરીની ભરપેટ વખાણ કર્યા હતાં.

વેપારી પરિવારની મહિલાએ કોરોનામાં પરિવારના બે વૃદ્ધ ગુમાવ્યા બાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હતાં. અગાઉ પર 2 વાર આપઘાતની કોશિશ કરી ચુક્યા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે આ વખતે પરિવારના હોશ ઉડી ગયા હતાં. હાલ મહિલાની તબિયત સારી છે.


Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

ProudOfGujarat

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝંધાર ગામના શુટરે વડોદરા જીલ્લા કક્ષાએ પીપ સાઇડ વેપન ફાયર આર્મમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!