Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઉધનામાં કાપડના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લગતા ફાયર વિભાગ દોડતું થયું.

Share

સુરતમાં ઉધનાના સોલપુર કમ્પાઉન્ડમાં આવેલા કાપડના ગોડાઉન અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ ફાયરનો કાફલો તાત્કાલિક દોડી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

જોકે ગણતરીની મિનિટોમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લગભગ કોમ્પ્યુટર, વાયરિંગ સહિત કાપડનો જથ્થો પણ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરના જવાનોએ ઘણી મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગ લગભગ આઠ વાગ્યાની આજુબાજુ લાગી હતી.

Advertisement

ત્યારબાદ તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ અને પાણીના ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબુ મેળવવા પાંચથી સાત ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાય ન હતી.ખોડિયાર ટેક્સટાઇલ્સના ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે ગણતરીની મિનિટોમાં કાબુમાં આવી ગઈ હતી. બે વર્ષથી મેં આખું ગોડાઉન ત્રણ જણાને ભાડા પટ્ટે આપ્યું છે.


Share

Related posts

કેવડીયા કોલોની ખાતે સ.સ.ન. નિગમ દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટ પ્રારંભ

ProudOfGujarat

સુરતના ૧૮ યુવાઓએ નવી દિલ્હીમાં આયોજિત ‘અમૃત કળશ યાત્રા’ માં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું

ProudOfGujarat

વડોદરના કલ્યાણનગર નવી નગરીમાં ગંદકીનું સામ્રાજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!