કોરોના મહામારીની ત્રીજી લહેરે સુરત શહેરમાં હડકંપ મચાવી દીધી હતી જેમાં કેટલાય પરિવારના પરિજનોએ જીવ ગુમાવ્યા હતા, કેસમાં વધારો થવા લાગ્યો હતો જેને કારણે માણસો એક એક દિવસમાં હજારની સંખ્યામાં મરી જવા પામ્યા હતા પરંતુ કેસમાં ઘટાડો શું થયો લોકો બીજી લહેરને જ ભૂલી ગયા છે, જો આમ જ રહેશે તો ત્રીજી લહેરને આવતા વાર નહિ લાગે જેથી સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર આ વિસ્તારની મુલાકાત લેશો તો તે પણ આ દ્રશ્ય જોઈ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ આપશે.
સુરતના વરાછા પાસે આવેલ મોહનનગરમાં ભારે ભીડ જોવા મળી હતી. વાહનચાલકો અને રાહદારીઓ કોઈ પણ માસ્ક પહેરતા નથી કે નથી દુકાનદારો પહેરતા છતાં પણ તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે વરાછા પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાંથી કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે છતાં પણ પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે.
પોલીસ તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર જો આ વિસ્તારની મુલાકાત લેશે તો આ દ્રશ્ય જોઇ તે પણ અચંબામાં મુકાઈ જશે તેમા શંકાને સ્થાન નથી.