Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ:માંગરોળ તાલુકાના કેટલાક ગામ ના આદિવાસી લાભાર્થી ઓને 2 થી10કિલો મીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જિલ્લા કલેકટરને રજૂઆત

Share

માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસી પરિવારોને 2થી10 કિલોમીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જવું પડતું હોવાથી આદિવાસી પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છીએ. ત્યારેગરીબ પરિવારોની ભારે હાલાકી ને ધ્યાનમાં લઇ માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતપટેલે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જે તે ગામોમાં સરકારી અનાજની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.
માંગરોળતાલુકામાં મહત્તમ 80% ગરીબ આદિવાસી પરિવારો વસવાટ કરે છે.તાલુકાના કેટલાક ગામો સરકારી અનાજની અન્ન વિતરણ વ્યવસ્થા હાલ માં ભેગી છે અને એકજ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પરથી આજુબાજુના બે ત્રણ ગામના લોકોને સરકારી અનાજનું વિતરણ કરવામાં આવે છે.આ ગામોનું અંતર ૨થી૧૦ કી.મી. જેટલુ દૂર છે.
અનાજ વિતરણ કરનાર સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાજનોને અનાજનો પુરવઠો જે તારીખે વેચાણ વિતરણ કરવાનો હોય છે. તેની જાણ પણ કરવામાં આવતી નથી.ઘણાં લોકોને સસ્તા અનાજ ની દુકાનના અનાજ માટે આંટા-ફેરા થતા હોય છે. તાલુકાના સુરાલી,ઘુંટી,આસોદલા સહિત ત્રણગામના લોકો એ અનાજ નૌગામા ગામે આવવું પડે છે. વાંસોલી ગામના લોકોએ કંટવા ગામ સુધી અને ઝિનોરાગામના લોકોએ મોસાલીગામ સુધી અનાજ લેવા આવવું પડે છે. ઝીનોરા થી મોસાલી ગામનું અંતર ઘણું દુર છે.
તાલુકામાં આવા અનેક ગામોછે.તેઓના ગામથી સરકારીસસ્તા અનાજની દુકાન ઘણી દૂર છે.અનાજ લેવા માટે મહત્તમ મહીલા આવતી હોય છે. જેમાં સમય અને ભાડા ભથ્થા બગડે છે.કેટલીક વખત ઓનલાઇન નેટનો પ્રોબ્લમ હોય, વીજળીનો પ્રોબ્લેમ હોય ત્યારે અનાજ મળી શકતું નથી.જેથી ગરીબવર્ગના લોકો ધંધા-રોજગાર બગડતા ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.બીજી તરફ ગરીબ પરિવારોને સરકારી અનાજ લીધા વિના ચાલે તેમ નથી મહત્તમ ગરીબ પરિવારો સરકારી અનાજ પર નિર્ભર છે. ત્યારે જે તે ગામમાં સરકારી અનાજની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ વિધિની બેઠક મળી…

ProudOfGujarat

માંગરોળના વાંકલ ગામે 19 કરોડના ખર્ચે નિર્માણ થયેલ જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ હડતાલ પર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!