Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતના વાલક પાટીયા પાસે બાયોડિઝલ પંપ પર પુરવઠા વિભાગની ટીમે 56400 લિટર ડિઝલનો જથ્થો ઝડપી પાડયો.

Share

સુરતમાં બાયો ડિઝલના ધંધા ઉપર લગામ કસવામાં બુધવારે રાત્રે કામરેજ મામલતદારને મોટી સફળતા મળી હતી. વાલક પાટીયા પાસે ખોડિયાર બસ ડેપો નજીક આવેલા બાયોડિઝલ પંપ ઉપરથી પૂરવઠા વિભાગ સાથે મળી કામરેજ મામલતદારે 56400 લીટર ડિઝલનો જથ્થો પકડી પાડ્યો હતો.

કાયદેસરની કાર્યવાહીને અંતે રૂપિયા 40 લાખનો મુદ્દામાલ સીઝ કરતા સોપો પડી ગયો હતો.દક્ષિણ ગુજરાતમાં બાયોડિઝલના ગોર ખધંધામાં અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ રેઇડની વિગત એવી છે કે, સુરત સિટીના અશ્વનીકુમાર રોડ ઉપર લક્ષ્મી વિલા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા કિશોર પોસા વૈષ્ણવ વાલક પાટીયા પાસે બાયોડિઝલનું વેચાણ કરે છે. ખોડિયાર બસ ડેપો પાસે આવેલા તેમના પંપ ઉપર બાયોડિઝલનું અનઅધિકૃત વેચાણ થઇ રહ્યું હોવાની કામરેજ મામલતદાર એન. સી.ભાવસારને બાતમી મળી હતી.

Advertisement

માહિતીની ખરાઇ કરાયા બાદ મામલતદારે પૂરવઠા વિભાગ સામે મળી ટીમ તૈયાર કરી હતી. બુધવારે રાત્રે આઠ કલાકે બંદોબસ્ત સાથે પંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી વેચાણ માટે લવાયેલો બાયોડિઝલનો 56400 લીટરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.આ ડિઝલ ક્યાંથી આવ્યું? કોની પાસેથી ખરી ? તેની માહિતી અંગે પંપના સંચાલક કિશોર વૈષ્ણવને પુછવામાં આવતા જવાબ આપવામાં તેઓ ગેંગેફેંફે થઇ ગયા હતા. પ્રારંભિક તબક્કે સરકારી કાર્યવાહી અટકાવી દેવા ભારે ધમપછાડા કર્યા હતા.

જોકે, તેમનો ગજ વાગ્યો ન હતો. આખરે મોટીમાત્રામાં બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવા ઉપરાંત તંત્રે પંપ પણ સીલ કરી દીધો હતો. કાર્યવાહીને અંતે રૂપિયા 40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું કામરેજ મામલતદાર તંત્રે જણાવ્યું હતું. બાયોડિઝલના ગોરખ ધંધા ઉપર તંત્રની કડકાઇથી ભરેલી કાર્યવાહીને કારણે આસપાસ બાયોડિઝલનું વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


Share

Related posts

સુરતના કોસાડ આવાસમાં રાત્રે ધડાકા સાથે બે રિક્ષા- મોપેડ સળગી ઊઠતાં ભાગદોડ મચી : બે ઓટોરિક્ષા અને બે મોપેડ સળગીને ખાખ.

ProudOfGujarat

ખેડા : વીજ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

નર્મદા અને વડોદરા જીલ્લાને જોડતાં રંગ સેતુ (પોઈચા) બ્રિજ સમારકામ અર્થે એક માસ માટે સંપૂર્ણ બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!