Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જિલ્લા કોંગ્રેસ સેવાદળ સમિતિનાં ઉપપ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુક કરવામાં આવી.

Share

સુરત જિલ્લા કોંગ્રેસ સેવાદળ સમિતિની ઉમરપાડા બેઠક મળી પ્રદેશ સેવાદળની સૂચના અનુસાર ઉમરપાડા ખાતે આજે કોંગ્રેસ કાર્યાલયની ઓફિસમાં સુરત જિલ્લા સેવાદળની એક બેઠક મળી આ બેઠકમાં આજે સેવા દળનાં સંગઠનમાં અને રાજ્ય હિતમાં કેવી રીતના કામ કરવું, આવનાર દિવસોમાં મોંઘવારીના વિરુદ્ધમાં પ્રોગ્રામ આપવા તેમજ અગાઉના દિવસોમાં સેવા દળને મજબૂત કરવા માટે સેવાદળ જિલ્લાના પ્રમુખ હરીશ વસાવાની આગેવાની હેઠળ બેઠક મળી. આ બેઠકમાં સેવા દળના ઉપપ્રમુખ તરીકે ઉમરપાડા તાલુકાના બરડીપાડા ગામના સેમ્યુઅલ વસાવાની સુરત જિલ્લા સેવા દળના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી તેમજ ઉમરપાડા તાલુકાના કેવડી ગામના હિતેશ પટેલને સુરત જિલ્લા સેવાદળના મહામંત્રી તરીકેની નિમણૂકની જવાબદારી આપવામાં આવી. આ પદાધિકારીઓને કોંગ્રેસ સમિતિ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ ઉમરપાડા કોંગ્રેસ સમિતિના યુથના મહામંત્રી તરીકે શરદા ગામના હિંમતભાઈ વસાવાની વરણી કરવામાં આવી આ વરણીને કાર્યકરોએ વધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : જુના તવરા ગામે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 ની શરૂઆત કરાઈ. .

ProudOfGujarat

કેન્દ્રીય બજેટને આવકારતું જામનગર શહેર ભાજપ

ProudOfGujarat

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!