Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-અમરોલીમાં સાવકા પિતાનો સગીર દીકરી પર બળાત્કાર

Share

સુરત-અમરોલીમાં સાવકા પિતાનો સગીર દીકરી પર બળાત્કાર
સુરત: અમરોલીમાં 15 વર્ષની દીકરી પર 35 વર્ષના સાવકા બાપે ધમકી આપીને બળાત્કાર આચરતા મોડીરાત્રે ધરપકડની કરાઇ છે.અમરોલી-ઉત્રાણ ખાતે શ્રમ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા સાવકા પિતાએ 15 વર્ષની દીકરી પર રેપ કર્યો છે. ઘરમાં બધા સૂઈ જાય ત્યારે સાવકા પિતાએ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેનું મોઢુ દબા‌વીને રેપ કરી માર પણ મારતો હતો. બાપે આવી રીતે પાંચેકવાર રેપ કર્યો હોવાની પણ વાત બહાર આવી છે. સાવકા પિતાની આવી કરતૂતોની કંટાળીને આખરે દીકરીએ તેની માને વાત કરતા ચોંકી હતી. છેવટે માતાએ અમરોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે સાવકા પિતા નરેશ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. હાલમાં અમરોલી પોલીસે સાવકા પિતાને તેના ઘરેથી ઉંચકી લાવી પૂછપરછ શરૂ કરી ધરપકડની કાર્યવાહી કરી છે.

Advertisement

Share

Related posts

તલાટીની પરીક્ષામાં 17 લાખમાંથી 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા

ProudOfGujarat

ઝઘડીયા : વણાકપોર ગામે બહારથી આવેલ પાંચ વ્યક્તિઓનાં ઘરો હોમ કવોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!