જામકુઈથી પિચણવણ તરફ જતો રસ્તો ઓક્ટોબર 2020 થી હાલમાં પણ અધુરો છોડવામાં આવ્યાંનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જામકુઇથી પિચણવણ તરફ જતો રસ્તો ગત વર્ષે સપ્ટેમ્બર 2020 માં પૂરો કરવાનું કરાર ખત મુજબ મુદત કરવામાં આવી હતી. જે રસ્તો કેસવજી દેવજી એન્ડ સન્સ કોસંબાના ઠેકેદાર તરફથી જાન્યુઆરી 2020 થી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. તેની કામગીરી સપ્ટેમ્બર 2020 માં પૂર્ણ કરવાની હતી પરંતુ તે કામગીરી આજદિન સુધી પૂરી કરવામાં આવી નથી.
વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સરકાર દ્વારા થતી આ રીતને કામગીરીને કારણે ઓલોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે, રસ્તાઓ પર માત્ર કપચી પાથરીને રસ્તાઓ બનાવીને તે જ હાલતમાં છોડવામાં આવ્યા હતા સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવામાં આવી છે છતાં કામગરી શ કારણે પૂર્ણ થઈ નથી ..? સ્થાનિકો દ્વારા અનેક સવાલો ઊભા થયા હતા.
તેની કામગીરી ગોકુલીયા રાહે ધીમી ગતિએ ચાલી રહી છે. તેની અંદાજિત કિંમત એક કરોડ 37 લાખ રૂપિયા હોવા છતાં હાલમાં સ્થળ પર કામગીરી બંધ હોય. ત્યારે કરાર મુજબ કામગીરી પૂર્ણ ના થતી હોય તો તેની સામે દંડનીય રકમ વસૂલવા માટે કાર્યવાહી કરી દંડ વસૂલી તેમજ કામગીરી પૂર્ણ કરાવવાની હોય છે.
ત્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે કે આ રસ્તાની કામગીરી ઝડપભેર ચાલુ કરાવી પ્રજાજોગ આ રસ્તો ખુલ્લો મુકે. તેમજ કરાર ખત મુજબ કામગીરીનો સમય પૂરો થયો હોય ત્યારે જેતે ઠેકેદાર પાસેથી તેની સામે દંડનીય રકમ વસુલી આ રોડની કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.