સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના ગામ મોટી દેવરૂપણ ગામની કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો અલગ અલગ ટુકડામાં બનાવી વચ્ચેના થોડા રસ્તાનું કામ છોડી દેતા બાકી રહેલા રસ્તાનું કામ ગ્રામજનોએ સ્વખર્ચે સામૂહિક શ્રમદાન કરી રસ્તાનું કામ પૂર્ણ કર્યું છે.
ગામમાંથી પસાર થતો ઉપરોક્ત મંજુર થયેલ રસ્તો સીધો સ્મશાન બાજુ જતો હતો. કોન્ટ્રાકટર દ્વારા રસ્તાને પહેલા સાફ કરવામાં આવ્યો હતો. પરંતુ આ રસ્તો હજુ સુધી એકવાર પણ બનેલોના હોવાથી એમાં મટીરીયલ વધુ જશે એવું લાગતા કોન્ટ્રાકટર વચ્ચેનો રસ્તો બનાવવાનુ છોડી દીધું અને ગામમાંથી પસાર થતો સારો રસ્તો ખોદી નાખ્યો હતો. આ રસ્તો મોટી દેવરૂપણથી ખાનોરા ગામમાંથી પસાર થાય છે. જે 2.590 કિલોમીટર પૂરું ન થતાં ગામમાંથી સ્મશાન તરફ જતો રસ્તા પર મટીરીયલ નાખી દીધું છે. જેની સમય મર્યાદા 1/10/2020 થી 31/03/2021 ની હતી સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં 2.590 કિલોમીટર પૂરું ન થતાં બીજો વધુ રસ્તો એ જ રસ્તા પર થોડો ટુકડો બનાવવા મટીરિયલ નાખી દીધું છે. રસ્તો ખોદી નાખ્યા બાદ ચોમાસુ હાલમાં આવી ગયું છતાં રસ્તો બન્યો નથી. ચોમાસામાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કાદવ કીચડમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ મુશ્કેલીને ધ્યાનમાં લઇ ગામના લોકોએ ઘર દીઠ ફાળો ઉઘરાવી રસ્તાનું કામ જાતે કરી નાખ્યું છે. તંત્રને ગામવતી અપીલ કરવામાં આવે છે કે આની યોગ્ય તપાસ થાય અને જેમ રસ્તો મંજૂર થયો હતો તેમજ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ