Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાંકલ : વાંકલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પુસ્તકોનું વિતરણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવાબોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ પુસ્તકનું વિમોચનનું આયોજન કરવામાં આવ્યુ હતું.સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પુસ્તકનું વિતરણ કરાયું.સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજમાં પુસ્તકવિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્વામીવિવેકાનંદના જીવનચરિત્રથી માહિતગાર કરાવ્યા હતા.વાંકલ,વેરાવી, ઓગણીસા,માંડણ,નાંદોલા, ભડકુવા,બોરિયા,કુંડકેવડી,આંબાવાડી,ઝીનોરા,કંસાલી,વેરાકુઈ સહિત ૧૩ જેટલાં ગામોમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યચાલકોને સ્વામી વિવેકાનંદના પુસ્તકો આપવામાં આવ્યા હતા.આ પુસ્તક વિમોચનના કાર્યક્મમાં મંત્રી ગણપતસિંહ વસાવા,માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત, મહામંત્રી દિપક વસાવા, જીલ્લા સંયોજક નીરવ ખત્રી,તરસાડી નગર સંયોજક કેયુરસિંહ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય યુવરાજસિંહ સોનારીયા,શૈલેષ મૈસુરીયા, જગદીશ ગામીત, રમેશ ચૌધરી, મુકેશ ગામીત, દિપક ચૌધરી હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં સિંહણે બે સિંહ બાળને આપ્યો જન્મ…

ProudOfGujarat

આ પાર્ટી એન્થમ માટે ફરી એકવાર સુપરહિટ ગીત ‘કોકા’ પછી ગાયક સુખ-એ, જાની અને અરવિંદર ખૈરાની ડ્રીમ ટીમ એક સાથે આવી.

ProudOfGujarat

હાંસોટનાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલપંપના કર્મી સાથે રૂ. 40 હજારની ચીલ ઝડપ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!