Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી.

Share

સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. થોડા દિવસોના વિરામ બાદ કડાકા ભડાકા સાથે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જેથી ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી.

સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણી ભરાઈ ગયા હતાં. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પ્રાઈમ માર્કેટથી લઈ ભૂલકા ભવન સ્કૂલ અને પ્રાઈમ માર્કેટથી લઈ LP સવાણી સ્કૂલ વચ્ચેના તમામ ચાર રસ્તાઓ વરસાદી પાણીના તળાવમાં બદલાયા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા નર્સ બહેનોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

ProudOfGujarat

ઝઘડિયા : પોલીસ દળ વર્ગ-૩ ની સીધી ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકોમાં અન્યાય બાબતે ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

રાજસ્થાન : બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!