Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં ભાજપની કારોબારી સભા યોજાઇ…

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદિપ દેસાઇની ઉપસ્થિતિમાં યોજાયેલી કારોબારી સભામાં પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય સહિત કોંગ્રેસ બી ટી પી ના 100 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા અગ્રણી આગેવાનોએ કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

ભાજપના સંગઠન માળખાને મજબૂત બનાવવાના ભાગરૂપે યોજાયેલી કારોબારી સભામાં ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બનેલા જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઇ વસાવા તેમજ અન્ય પદાધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કારોબારી સભામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અમરસિંહ વસાવા નાની ફોકડી ઉંમરઝરના માજી સરપંચ આશિષભાઈ વસાવા તેમજ બલાલકુવા, વહાર, આમલી ડાબરાના સરવણ ફોકડી, વગેરે ગામના ૬૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જ્યારે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને સુરત જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ બનેલા કિરીટભાઈ નારસિંગભાઈ વસાવાના પ્રયત્નોથી ચિતલદા અને આજુબાજુના ગામના ૪૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન વસાવા ભાજપના પ્રભારી રાકેશભાઈ સોલંકી, મહામંત્રી દીપકભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વાલજીભાઇ, મહામંત્રી અમીશભાઈ વસાવા, અર્જુનભાઈ વસાવા, બાબુભાઈ ચૌધરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્રારા ગોધરા ખાતે મૌનએકતા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના ચીખલી ગામમાંથી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ProudOfGujarat

ઘરમાં 100 કોકરોચ ઉછેરવાને બદલે કંપની આપી રહી છે દોઢ લાખ રૂપિયા ! કારણ પણ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!