Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : બારડોલી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કોંગ્રેસી કાર્યકરો જન ચેતના કાર્યક્મમાં બારડોલી ખાતે પહોંચ્યા. હાલ દિન પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ, તેમજ અન્ય ચીજવસ્તુઓમાં વધી રહેલા અસહ્ય ભાવવધારાનો વિરોધના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ સમિતિએ દસ દિવસ જન ચેતના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે બારડોલી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

બારડોલી મુકામે ભાજપ સરકારની મોંઘવારીથી તરબતર નીતિના વિરોધમાં જન ચેતના આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકાના પ્રમુખ હરીશ વસાવા, મહામંત્રી હિતેશભાઈ પટેલ, મુળજી પટેલ, સુભાષ વસાવા, સેમ્યુઅલ,ગંભીરભાઈ, ફૂકિયભાઈ વગેરે કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, માંડવીના આનંદ ચૌધરી, દર્શન નાયક વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ પરમારનો સન્માન વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!