Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

Share

સુરતના ચોર્યાસી તાલુકાના ગોજરા ગામે એક સગર્ભાની મોબાઈલ ટોર્ચની મદદથી પ્રસૂતિ કરાવી 108 ના સ્ટાફે ખરા અર્થમાં ઇમરજન્સી સારવાર આપી માતા અને નવજાત બાળકની જીવ બચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગર્ભાના ઘરમાં લાઈટ ન હોવાથી અને ગર્ભમાંથી બાળકનું માથુ બહાર આવી જતા સગર્ભાને હોસ્પિટલ પણ લઈ જવાને બદલે તાત્કાલિક સ્થળ પર જ સૂઝબૂજથી લેવાયેલો પ્રસુતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બુધવારની વહેલી સવાર એટલે કે, લગભગ કોલ 4:59 વાગ્યાનો હતો. ચોર્યાસી તાલુકાના ગોજરા ગામમાં રહેતી એક સગર્ભાને પ્રસૂતિની પીડા થઈ રહી હોવાની જાણ થતા જ 108ના પાયલોટ દુર્ગેશ પરમાર સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતાં. પ્રસૂતાની હાલત અને ગર્ભમાંથી બાળકનું માથું બહાર આવી ગયું જોઈ તાત્કાલિક નિર્ણય લેવા 108 ના નિષ્ણાત તબીબને ટેલિફોનિક આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં.

Advertisement

ત્યારબાદ સર્ગભા આશાબેનની દયનીય અવસ્થા અને અસહ્ય પીડાથી તડપતા આશાબેનની પ્રસુતિ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે વીજ (લાઈટ) વગર એ શક્ય ન હતું. બીજી બાજુ એમને હોસ્પિટલ લઈ જવાય એવો સમય ન હતો. જેને લઈ તાત્કાલિક ટોર્ચથી પ્રસુતિ કરાવવાનું શરૂ કર્યું હતું અને આશાબેને ગણતરીની મિનિટોમાં જ એક પુત્રીને જન્મ આપ્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમને આવા કેસોમાં કેવી રીતે પ્રસુતિ કરવી શકાય એની ટ્રેનિંગ સમયસર મળતી રહે છે.

ટોર્ચથી ઘરમાં અજવાળું કરી પ્રસુતિ કેમ કરાવવી એનાથી સંપૂર્ણ વાકેફ હતો જેથી આશાબેનની પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રીને જરૂરી સારવાર આપી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. માતા અને પુત્રીને સ્વસ્થ જોઈ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. આખું પરિવાર હાથ જોડીને આભાર વ્યક્ત કરતો જોઈ સાચા અર્થની સેવામાં કામ કરતા હોવાનો આનંદ થાય છે તેમ વધુમાં અમરનાથભાઈએ જણાવ્યું હતું.


Share

Related posts

ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો…

ProudOfGujarat

અમદાવાદ-બાપુનગર સ્ટાર હોસ્પિટલમા ફરજ બજાવતી મહિલા કર્મચારી લોડીંગ લિફ્ટમાં આવી જતા થયુ મોત…

ProudOfGujarat

જંબુસરના કાવી ગામમાં બેન્ક ઓફ બરોડા માં ઇન્ટરનેટની સુવિધા ધીમી હોવાથી ગ્રાહકોને મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!