Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : પગપાળા જતા શખ્સનાં હાથમાંથી ફોન ઝૂંટવીને ભાગી ગયા લૂંટારું.

Share

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લોકોમાં લૂંટ ચલાવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાં બની છે. વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સુરતના વિસ્તારમાં અવારનવાર મોબાઈલ સ્નેચીગની ઘટના સામે આવે છે.

અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના વરાછાના સરદાર નગર પાસે પોલીસ ચોકીની પાસે આવી જ એક મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. જેમાં બે તસ્કરો રસ્તા પર ચાલીને જઈ રહેલા યુવકોના હાથમાંથી ફોન ઝૂંટવીને ચાલ્યા જાય છે.

Advertisement

આ તસ્કરો બાઈક પર આવીને સમગ્ર ઘટનાને અંજામ આપે છે. સમગ્ર ઘટના અંગેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે ઈસમો મોબાઈલ હાથમાં લઈને પગપાળ પસાર થઈ રહ્યા હોય છે.

અચાનક જ બાઈક પર આવેલા બે ચોર ખુલ્લેઆમ એક યુવકના હાથમાં મોબાઈલ સેરવી ફરાર થઈ જાય છે. શું પોલીસ દ્વારા આવા મોબાઈલ સ્નેચરો પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું ? એ તો પ્રશ્ન જ બનીને રહી ગયો


Share

Related posts

લીંબડી હેલીપેડ ખાતે જીઆરડી ની તાલીમ અને પાર્સીગ આઉટ પરેડ યોજી તાલીમ પૂર્ણ કરાઇ.

ProudOfGujarat

ચાંદોદથી કેવડિયા બનનારી બ્રોડગેજ રેલવે લાઈનનો તિલકવાડાના ખેડૂતો દ્વારા વિરોધ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદી માંથી ગેર કાયદેસર રેત ખનન ઝડપાયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!