Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના કોસાડ આવાસમાં રાત્રે ધડાકા સાથે બે રિક્ષા- મોપેડ સળગી ઊઠતાં ભાગદોડ મચી : બે ઓટોરિક્ષા અને બે મોપેડ સળગીને ખાખ.

Share

સુરતના કોસાડ આવાસમાં મધરાત્રે બે ઓટોરિક્ષા અને બે મોપેડ અચાનક સળગવા માંડતા ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે 3 વાગ્યે સીએનજી રિક્ષા જોરદાર ધડાકા સાથે સળગી ગઈ હતી, જેથી ઊંઘમાંથી ઊઠીને બહાર દોડી આવેલા લોકો પૈકી સુરેશ નામના યુવાને આગની લપેટમાં આવેલાં વાહનોને જોઈ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી દીધી હતી.

જોકે ફાયર આવે એ પહેલાં તમામ વાહનો સળગીને ખાખ થઈ ગયાં હતાં. એક્ટિવા મોપેડનો માલિક સુરેશ સેવરે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે 3 વાગ્યા પછીની હતી. અચાનક જોરદાર ધડાકાનો અવાજ આવતાં ઊંઘ ઊડી ગઈ હતી. બહાર નીકળીને જોતાં સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી રહ્યાં હતાં. લોકો પણ બહાર દોડી આવ્યા હતા.

તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરતાં બંને વિભાગ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આવું પહેલીવાર થયું છે, જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. રિક્ષા નંબર GJ-05-VV-6500 ના માલિક વિજય શંકાર પાંડે, રિક્ષા નંબર GJ-05-AY-2567ના માલિક પ્રકાશ સરજુભાઈ, એક્સિસ નંબર GJ-05 HW-1239ના માલિક જયશ્રીબેન સુરેશભાઈ દેવડે, એક્ટિવા નંબર GJ-05-HT-1480ના માલિક અરુણ પ્રધાન હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ મોસાલી માર્ગ પર ગડકાછ ગામે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો.

ProudOfGujarat

કરજણ નજીક ટ્રેલરે કપચી ભરેલા હાઇવા ટ્રકને ટક્કર મારતા કપચી રોડ પર પથરાતા ટ્રાફિક જામ સર્જાયો.

ProudOfGujarat

સુરત : નવાગામ ડીંડોલીમાં ટુ-વ્હીલરને રખડતા ઢોરે અચાનક અડફેટે લેતા મહિલા પટકાઈ, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!