Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા સુરતીઓ કટીબદ્ધ : ગીતોના તાલે ગરબા કર્યા બાદ કર્યું વૃક્ષારોપણ.

Share

સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા માટે માત્ર પાલિકા જ નહીં પરંતુ સુરતીઓ પણ કટીબદ્ધ થઇ ગયા છે. એક જ દિવસમાં સુરતીઓએ 500 થી વધુ વૃક્ષોના છોડો અનોખી રીતે વાવ્યા છે. કોઈ શુભ પ્રસંગ હોય અને સુરતીઓ ગરબા કરવાથી પાછળ રહી જાય તે શક્ય જ નથી.

જ્યારે વાત સુરતને ગ્રીન સિટી બનાવવાની છે ત્યારે સુરતીઓ હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમી ત્યારબાદ આ છોડને વાવ્યા હતા. ગ્રો નેટિવ ગ્રીન ફોર્મ દ્વારા સુરતને ગ્રીન સિટી બનાવવા માટે મોનસૂનમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતને વધુને વધુ હરિયાળુ બનાવવાના પ્રયાસ રૂપે મેગા પ્લાન્ટેશન ઇવેન્ટ દ્વારા વૃક્ષારોપણનો ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે.

Advertisement

ગવિયર ગામ ખાતે આ પ્રોજેક્ટ હેઠળ જ્યારે સુરતીઓ વૃક્ષારોપણ કરવા પહોંચ્યા હતા. તે પહેલા તેઓએ પોતાના હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમ્યા હતા. ગરબા કર્યા બાદ સુરતીઓએ 500 થી વધુ જેટલા છોડોના રોપણ કર્યા હતા.આ અભિયાન ચલાવનાર વત્સલે જણાવ્યું હતું કે, મોનસુન સિઝનના દરેક રવિવારે અમે આવી જ રીતે શહેરને હરિયાળુ બનાવવા માટે નેટિવ વૃક્ષો વાવવાના છીએ.

જેના કારણે ઇકોલોજીકલ બેલેન્સ પર્યાવરણમાં જોવા મળે એટલું જ નહીં જ્યારે અમે કોઈ સ્થળ પર વૃક્ષારોપણ કરવા જઇએ છીએ ત્યારે અમારી સાથે લોક ગાયક ગુલામ ફરીદ ખાન તેઓ લોકોની વચ્ચે નજમ અને અનેક લોક ગીતો રજુ કરતા હોય છે તેથી વૃક્ષારોપણનો ઉત્સાહ બમણો થઈ જાય છે.


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પાંજરામાં પકડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

આજરોજ વેજલપુર ભરૂચ ખાતે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના કૌશિક પટેલ સહીત કાર્યકરો ભાજપમાં જોડાતાં સર્જાયો રાજકીય ભૂકંપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!