Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ તરીકે રાજેશ કટારીયાનું સાથે કોસંબા APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનું સન્માન કરાયું.

Share

માંગરોળ તાલુકાના કોસંબા સ્થિત APMC ના નવા વરાયેલા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ અને સુરત જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ રાજેશભાઈ કટારીયાનુ સન્માન માંગરોળ તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

APMC કોસંબાના ચેરમેન પદે દિલીપસિંહ રાઠોડની વરણી થતાં માંગરોળ તાલુકા એસ.સી સમાજના આગેવાનોએ વરણીને આવકારી અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ માંગરોળ તાલુકા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા તેમના સન્માનનો કાર્યક્રમ APMC કોસંબા ખાતે રાખવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકા ભાજપ એસ.સી. મોરચાના હોદેદારો પ્રમુખ ગજેન્દ્રભાઈ પરમાર, મહામંત્રી તનોજ પરમાર, ધનજીભાઈ સોલંકી સહિતના આગેવાનો દ્વારા દિલીપસિંહ રાઠોડનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માંગરોળ તાલુકા ભાજપના અગ્રણી અને હાલમાં જ સુરત જિલ્લા ભાજપ એસ સી મોરચાના પ્રમુખ તરીકે વરણી પામેલા રાજેશભાઈ કટારીયાનુ સન્માન માંગરોળ તાલુકાના એસ સી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

વાવાઝોડાની અસર વચ્ચે ઝઘડીયા તાલુકામાં કમોસમી વરસાદથી તાલુકામાં ખેતીને વ્યાપક નુકશાનની ભીતિ.

ProudOfGujarat

હાલોલમાં આવેલ એક રબર ટાયરના ગોડાઉનમાં એકાએક લાગી ભીષણ આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!