Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ : યુવાનો સાથે મહિલાઓ પણ આપમાં જોડાઈ…

Share

ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાને કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિવિધ સોસાયટીઓના અંદાજે 800 કરતાં વધારે લોકો આપમાં જોડાયા છે. વોર્ડ નંબર 30 ની સુડા સેક્ટર- 1, રામેશ્વર, સ્વસ્તિક રેસીડેન્સી, શિલાલેખ જે વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને રહીશો આમ આદમી પાર્ટીના સંપર્ક કરીને તેનો ખેસ ધારણ કરી રહ્યા છે. ચૂડા સેક્ટર -1 માં 150 યુવાનો અને મહિલાઓ આપમાં જોડાયા છે.

છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં ભાજપના વિરોધમાં બેનર પણ લાગ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા સુવિધા યોગ્ય રીતે આપવામાં આવતી નથી. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓ પ્રજાલક્ષી કામ કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે.

જેને લઇને રહીશોમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી રોષ ભભૂકી રહ્યો છે અને તેની સામે વિકાસ તરીકે આમ આદમી પાર્ટીમાં જવાનું તેઓ પસંદ કરી રહ્યા છે. સ્થાનિક રહીશ કેતન સુરતીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં પાણીની સુવિધા નથી. પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. રોડ-રસ્તાઓ સારા નથી, મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ અંગે અમે સ્થાનિક કોર્પોરેટરને પણ વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં જાણે તેમને કોઈ રસ ન હોય તે રીતે દેખાઈ રહ્યું છે.

Advertisement

છેલ્લા એક સપ્તાહમાં અમારા વિસ્તારમાંથી અલગ અલગ સોસાયટીઓ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. અમને આશા છે કે, આપ પાર્ટીના નેતાઓ અમારા પ્રશ્નનો ઉકેલ લાવી શકશે.


Share

Related posts

ભરૂચ : બાયપાસ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા દૂર કરવામાં આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર પડતા વેપારીઓ મુંજવણમાં મુકાયા, તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ..!!

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં યુવક પર મગરનાં જીવલેણ હુમલાથી લોકોમાં ભય ફેલાયો.

ProudOfGujarat

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!