Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાને લઇને ગૃહિણીઓએ રોષ ઠાલવ્યો.

Share

સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને સુમુલ ડેરી દ્વારા દૂધમાં થયેલા વધારાને લઇને ગૃહિણીઓ પોતાનો રોષ ઠાલવી રહી છે. ભાવ વધારાને કારણે પ્રતીકરૂપે લાકડાનો ચૂલો બનાવી દૂધ વગરની ચા બનાવીને પીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસના ભાવમાં 25 રૂપિયાનો તોતિંગ વધારો કરી દીધો છે.

જેને કારણે મધ્યમ અને ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક બાદ એક થતા વધારાને કારણે મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. એક તરફ કોરોનાકાળને કારણે નાના ઉદ્યોગોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. લોકો પાસે આવકના સાધનો નથી તેવા સમયે ધરખમ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં જ સુમુલ ડેરી દ્વારા લીટર દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો.

પુણા વિસ્તારમાં ભૈયા નગરની રહેવાસી વિમલબેનને કહ્યું કે, અમારી સાથે મહિલાઓ ગેસ સિલિન્ડર જાહેરમાં લઈને બેસી ગયા હતા અને ચા બનાવીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. ચામાં દૂધ નાખ્યા વગરની બનાવીને દૂધના ભાવમાં થયેલા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર છાશવારે જીવન જરૂરિયાતની વસ્તુ પર સતત વધારો કરી રહી છે.

Advertisement

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે તો બીજી તરફ જીવન જરૂરીયાતની ચીજોની પણ એ જ સ્થિતિ સર્જાઈ છે ત્યારે આર્થિક ભારણ સતત વધી રહ્યો છે. સરકાર અમારા વિરોધને ધ્યાનમાં રાખીને ઝડપથી ભાવ વધારાને પરત ખેંચે તેવી આશા છે.


Share

Related posts

નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વરસેલ કમોસમી વરસાદ : ખેડૂતો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

ગુજરાતના દરિયા માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું થયું અસફળ, ATS નું મોટું ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!