આમ આદમી પાર્ટીના નેતાઓ જૂનાગઢ ખાતે પ્રવાસ દરમિયાન લેરિયા ગામમાં તેમના ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવી રહ્યો છે. ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ સામે ઇન્ડિયન પીનલ કોડની 307 ની કલમ દાખલ કરાતા રોષ જોવા મળી રહ્યો છે.
જન અધિકાર મંચ દ્વારા પ્રવિણ રામ સામે 307 ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ‘આપ’ના નેતા અને ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ સામે 307 ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જુનાગઢ મુકામે આપના કાર્યકર્તાઓ પર થયેલા હુમલા બાદ આમ આદમી પાર્ટીના પ્રતિષ્ઠિત કાર્યકર્તા પ્રવીણભાઈ રામ પર અન્યાયી અને જુલ્મી ધોરણે કલમ 307 લગાવામાં આવી છે એ કલમ હટાવવા સુરત કલેકટરને રજુઆત કરવામાં આવી. ગુજરાત જન અધિકાર મંચ સુરત જિલ્લા પ્રમુખ સાગરભાઇ આહીર તેમજ સંગઠનના ૫૦ જેટલા કાર્યકર્તાઓ દ્વારા કોવિડ 19 ના નિયમોનું પાલન કરીને સુરત જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપીને તાત્કાલિક ધોરણે અન્યાયી કલમ 307 હટાવવા બાબતે અનુરોધ કરવામાં આવેલ છે.