કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ નિર્ણયને રદ્દ કરવા અને સેમેસ્ટર 6 ની પરીક્ષાઓ ઓનલાઇન લેવા માટે આજરોજ VNSGU ને સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 28/06/2021 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું કે ગુજરાતમી તમામ યુનિવર્સીટી હવે અંતિમ વર્ષના વિદ્યાર્થીઈની પરિક્ષા ઓફલાઈન લઇ શકશે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં વિરોધ કરવાનું કારણ એક જ છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરીના વાઇરસના ન્યુ ડેલ્ટા વોરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે તેમજ સમગ્ર ભારતમાં બ્લેક ફંગસના 40000 થી વધુ કેસો નોંધાયેલ છે, જયારે AIIMS ના ડિરેકટર ગુલેટિયા દ્વારા જણાવામાં આવ્યું હતું કે કોરોના વાયરસની ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે તેમ છે જો પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે તો વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઇ શકે છે જેથી પરીક્ષાઓ ના લેવા અંગે માંગ કરવામાં આવી હતી.
જો ઓફલાઈન પરીક્ષા રદ્દ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
જયદીપ રાઠોડ, સુરત.