દિલ્હીથી સુરત આવેલા વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ સુરેન્દ્રજી જૈનના અધ્યક્ષ સ્થાને યોગીચોક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરની બેઠક મળેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં સુરતના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાઈ હતી. જેમાં બાબરી ઢાંચા ઉપર ભગવો ફરકાવનાર દિપક આફ્રિકવાળાએ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા જ જણાવ્યું હતું કે, ગૌ હત્યાના પ્રતિબંધને લઈ ચોક્કસ કામગીરી કરીશું અને કાયદામાં બદલાવ લવાય એ બાબતે યોગ્ય જગ્યા ઉપર રજૂઆત કરીશું.
લવ જેહાદ બાબતે કામ કરીશું અને હિન્દુ દીકરીઓને સમજાવવાનું કામ કરીશું. દીપકભાઈ આફ્રિકાવાળાએ જણાવ્યું હતું કે, ઉપાધ્યક્ષ તરીકે વરણી થવા બદલ હું તમામ નો આભારી છું. મેં 1988 થી હિન્દુત્વને લઈને સંગઠન બનાવવામાં સક્રિય રહ્યો છે. શિલાપૂજા, યજ્ઞ વગેરે પણ કરતો આવ્યો છું. વર્ષ 1990 માં બાબરી ઢાંચા ઉપર, ભગવો લહેરાવ્યો હતો. યુનિવર્સિટીમાં 15 વર્ષ સિંડીકેટ સભ્ય પણ રહી ચૂક્યો છે અને સુરત મહાનગરપાલિકા નગર સેવક પણ 10 વર્ષ રહી ચુક્યો છું.
ભાજપ યુવા મોરચાના સુરત મહાનગરના પ્રમુખ પણ રહી ચૂકયો છે. દિપક આફ્રિકવાળા એ જણાવ્યું હતું કે, ગૌ હત્યાને લઈ ચોક્કસ કામગીરી કરીશું અને કાયદામાં બદલાવ લવાઈ એ બાબતે યોગ્ય જગ્યા ઉપર રજૂઆત કરીશું. લવ જેહાદ બાબતે કામ કરીશું અને હિન્દૂ દીકરીઓને સમજાવવાનું કામ કરીશું. અયોધ્યામાં કાર સેવકો ઉપર અત્યાચારો થયેલા તેના વિરૂદ્ધમાં ઘોડદોડ રોડ ઉપર કાર્યકરો ઉપવાસ પર બેઠેલા તેઓને દીપકભાઈ આફ્રિકાવાળાએ પારણા કરાવેલા અને જે જગ્યા ઉપર કાર્યકરો ઉપવાસમાં બેઠેલા તે જગ્યા ઉપર તે જ દિવસે મંદિર નિર્માણ કરવાનો કરેલો અને ત્યાં ચાર રસ્તા ઉપર સ્તંભ બનાવીને ભગવો લહેરાવ્યો હતો.
જેથી રામચોક નામ આપવામાં આવ્યુ હતું. આજે પણ એ સ્તંભ અને ભગવાધ્વજ ફરકે છે અને વિશાળ ભવ્ય મંદિરનું ત્યાં નિર્માણ થયેલ છે. મંદિરમાં આજે હજારો ભક્ત પૂજા અર્ચના અને દર્શન કરે છે. એ રીતે દીપકભાઈ અફ્રિકાવાળા 1988 થી અત્યાર સુધી હિન્દુત્વને લઈને ચાલી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની મહામારીમાં પણ તેમને જીવના જોખમે અનેક સેવાઓ કરી હતી.
જયદીપ રાઠોડ, સુરત.