Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેર અને જિલ્લાના બુટલેગરો બેફામ બન્યા : હાથમાં દારૂ-બીયરના ટીન સાથે મોજ મસ્તી કરતો વીડિયો વાઇરલ.

Share

સુરત જિલ્લામાં વોન્ટેડ બુટલેગર હોવા છતાં પણ બેફામ રીતે મોજ મસ્તી કરી રહ્યા છે. દારૂ-બીયરના ટીન હાથમાં લઈને ખુલ્લેઆમ કાયદાથી ઉપરવટ જઈને તેઓ વીડિયો વાઇરલ કરી રહ્યા છે. દારૂબંધીની વાત કરતી સરકારની સામે બૂટલેગરોએ જાણે પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બૂટલેગરોને કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે તેવો બેફામ બનીને મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

બૂટલેગરો અને તેના સાગરિતો જાહેર સ્થળો ઉપર દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લા પોલીસનું બૂટલેગરો સામે નરમ વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લિસ્ટેડ બૂટલેગરોને પણ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી રહી છે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો ચલાવી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ તેમને ઝબ્બે કરવામાં નિષ્ફળ થઇ રહી છે એટલું જ નહીં પરંતુ જાહેર સ્થળો પર ખુલ્લેઆમ દારૂની બોટલો હાથમાં લઈને ડીજે ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત બુટલેગરો દ્વારા જાહેરમાં પોતાનો જન્મદિવસ ઊજવતા અને દારૂની મહેફિલ માણતા વીડિયો સામે આવી રહ્યા છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી ન કરવા માટેનો પરિપત્ર હોવા છતાં પણ બુટલેગરોએ કોઈપણ જાતના ડર વગર પોતાનો જન્મદિવસ મોડી રાત સુધી જાહેર રસ્તા ઉપર ઉજવતા દેખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે લિસ્ટેડ બુટલેગર હોવા છતાં પણ તેઓ જાહેરમાં આ રીતે કાર્યક્રમ કરીને પોતે ઉજવણી કરી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવાતા નથી.

Advertisement

બે દિવસ પહેલા સુરત શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારના કુખ્યાત ગણાતા બૂટલેગર વલ્લીઉલ્લાના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો.


Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકા સેવાસદન ખાતે હોમગાર્ડ, જી. આર.ડી. જવાનો, પોલીસ, શિક્ષકો માટે મતદાનનું આગોતરૂ આયોજન કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશભાગ મચી

ProudOfGujarat

દરગાહ માં દર્શન કરવા ગયા અને મધ માખીઓ એ હુમલો કર્યો પરીવાર પર જાણો વધુ ભરૂચ માં ક્યાં બની આઘટના. EXCLUSIVE

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!