સુરત નેશનલ હાઈવે ૮ પર આવેલ વાલેસા પાટીયા નજીક ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ૨ વ્યક્તિના મૌત થયા હતા તેમજ ૩ વ્યક્તિ ઘાયલ થયા હતા. વાલેસા પાટીયા નજીક ઈંટ ભરેલ ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉભેલા ટ્રેક્ટર પાછળ ટેમ્પો ભટકાયો હતો. હાલ મા બનેલ આ બનાવ અંગે પાલોદ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને કામગીરીની શરૂઆત કરતા જામ થયેલ ટ્રાફેકને ખુલ્લો કર્યો હતો.
Advertisement