સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિરની હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાય છે. જો કે કોરોનાકાળમાં ગત વર્ષે આ યાત્રા સાદગીપૂર્ણ રીતે કઢાઈ હતી.
આ વર્ષે કરી નિર્ણય લેવાયો નથી. જોકે આ વચ્ચે રથયાત્રાના આકર્ષણ સમા ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચુક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે. ઈસ્કોન પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ કહ્યું કે, અઢી મહિનામાં ૪ કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેશમ, વેલ્વેટ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત દોઢ લાખથી પણ વધુ છે.
જયદીપ રાઠોડ : સુરત