Proud of Gujarat
FeaturedGujaratINDIA

રહિશો ઘર ખાલી કરવા તૈયાર નથી, સુરતના માનદરવાજા અને કતારગામમાં જર્જરિત ઇમારત અધિકારીઓ ઉતારવા જતા હોબાળો.

Share

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટની ઇમારત જર્જરિત અવસ્થામાં છે. કોર્પોરેશન દ્વારા 2010થી ઈમારતમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી ન કરાતા કોર્પોરેશનના અધિકારીઓ આજે મકાન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા. આદિનાથ એપાર્ટમેન્ટમાં ઘણા લોકો પોતાના મકાન માલિકો છે તો ઘણા ભાડુઆત પણ ત્યાં રહી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માનદરવાજા ટેનામેન્ટ ખાલી કરવા પહોંચી હતી. જેથી ટેનામેન્ટના રહિશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સુવિધા નહીં હોવાથી સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. જ્યારે ટેનામેન્ટ જર્જરિત હોવાથી પાલિકા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવામાં આવી રહ્યું છે.

પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે કેટલાક મકાનોને સીલ પણ મારી દીધું હતું. ચોમાસા દરમિયાન ઈમારત ધરાશાયી થવાના ડરે પાલિકા દ્વારા મકાન ખાલી કરાવવા જતાં સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો. કોર્પોરેશનના અધિકારીઓ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીઓએ વારંવાર કહેવા છતાં પણ તેમણે પોતાનું મકાન ખાલી ન કર્યું હતું. રહેવાસીઓના કહેવા પ્રમાણે હાલ તેમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી તેઓ અન્ય સ્થળો પર જઈ શકે તેમ નથી.

રહિશોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં તેમની પાસે જે રોજગારી હતી તે પણ છીનવાઈ ગઈ છે અને આવકના કોઈ સાધન ન હોવાથી તેઓ ભાડેથી પણ અન્ય કોઈ સ્થળ ઉપર ઘર રાખી શકે તેવી સ્થિતિમાં નથી. હાલ ભલે જીવનું જોખમ હોય પરંતુ તેઓ પોતાનું ઘર ખાલી કરીને અન્ય સ્થળ પર જવા માટે તૈયાર નથી.

Advertisement

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

જંબુસર બજાર લોકોની અવર જવરથી ધમધમી ઉઠયું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ આર.આર. ઇન્ફો પ્રોજેકટ કંપનીના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકયા.

ProudOfGujarat

મોસાલી દુધ ઉત્પાદક મંડળીનાં સૌજન્યથી મોસાલી ગામમાં આજે સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!