Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતમાં માર્કેટના કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા પહોંચ્યા : કાલ સુધીમાં રસી નહીં મળે તો નહીં કરી શકે ધંધા-રોજગાર.

Share

રાજ્ય સરકારે જાહેરનામુ પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ, થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશે નહી.

વેક્સીનેશન માટે ટેકસટાઇલ માર્કેટમાં કામદારો અને વ્યાપારીઓની પડાપડી જોવા મળી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ જેજે માર્કેટમાં રોજ 1000 થી 1200 લોકો લાઈન લગાવી ઉભા રહે છે. પરંતુ માત્ર 200 થી 250 લોકોનુ જ વેક્સીનેશન થાય છે.

Advertisement

આખા રાજ્યમાં કોઈને કોઈ રીતે અત્યારે વેક્સિનેશનમાં સમસ્યા સર્જાય છે, જેનાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટથી લઈ તમામ વેક્સીનેશન સેન્ટર પર ભીડ થાય છે. ક્યાંક વેક્સિન નથી જેનાથી સેન્ટરોમાં ઘટાડો કરાયા છે. જ્યાં લાઈન લાગે છે ત્યાં વેકસીન પર્યાપ્ત નથી, તો જે પ્રમાણે સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ છે તે પ્રકારે વેપારીઓ અને તેમના કર્મચારીઓ કઈ રીતે સમયસર વેક્સિન લઈ શકશે તે મોટોપ્રશ્ન છે.

સુરતમાં 165 ટેક્સટાઇલ માર્કેટ છે. 70 હજાર કપડાની દુકાનો છે. 350 ડાઈન્ગ પ્રિન્ટિંગ યુનિટ છે. સંપૂર્ણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં 10 લાખથી વધુ કામદાર અને વ્યાપારી છે. 1 મહિનાનો સમય અપાયો, પરંતુ વેક્સીનેશન સેન્ટર ઓછા છે. સ્ટાફની સંખ્યા ઓછી છે.

ગઈકાલે 230 લોકોનું વેક્સીનેશન કરાયું હતું. આજે ફરી લાંબી લાઈન લાગી હતી. ત્યારે કાપડ વ્યાપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા સમયમાં આટલી મોટી સંખ્યામાં વેક્સીનેશન કઈ રીતે થઈ શકશે. વ્યાપારીઓએ માંગ કરી છે કે વેક્સીનેશનના સમય અને સેન્ટરોમાં વધારો કરવામાં આવે.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટિવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓનાં મોત નીપજયાં પરંતુ અત્યારસુધી સત્તાવાર જાહેરાત કરાય નથી.

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર અને જૂના બોરભાઠા બેટ પાસે નર્મદા નદીમાંથી એક જ દિવસમાં બે મૃતદેહ મળતા ખળભળાટ..!

ProudOfGujarat

જસ્ટિન લેંગર : ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું કાળું સત્ય સામે આવ્યું, પૂર્વ કોચે કહ્યું- થાય છે ગંદી રાજનીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!