દેશભરમાં કહેર મચાવી રહેલા કોરોનાના કાળ વચ્ચે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ વચ્ચે ડાયમંડ સીટી કહેવાતા સુરતમાંથી એક આત્મહત્યાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં એક મહિલા પ્રોફેસર ફોરમ પાવેજાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ મહીલા જીલ્લામાં આવેલા બારડોલીની માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. મહિલાના આપઘાતના કારણે અઢી વર્ષના બાળકે માતાનો ખોળો ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ, આપઘાત કરનારા મહિલા સુરત શહેરના પોશ વિસ્તાર કહેવાતા અડાજણના રાજહંસ પ્લોટોમાં રહે છે અને તેમના લગ્નને 7 વર્ષ પહેલા થયા હતા અને તેઓને અઢી વર્ષનો પુત્ર પણ છે.
જોકે આ ઘટના બાદ હવે માત્ર અઢી વર્ષના બાળકે પોતાની માતાનો ખોળો ગુમાવી દીધો છે, જેને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને બારડોલી નજીક આવેલી માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા મહિલાએ આપઘાત કરી લીધો છે. પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતક ફોરમબેનના લગ્ન 7 વર્ષ અગાઉ થયા હતાં. સાથે જ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી માનસિક તણાવ અનુભવી રહ્યાં હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું. માનસિક તણાવમાં અને પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર આપઘાત કેસમાં અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ મહિલા પ્રોફેસરના આપઘાતના કારણ પાછળ કેટલાક કારણો પણ સામે આવી રહ્યા છે, જેમાં પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેમની માનસિક સ્થિતિ ખરાબ હતી અને તેઓ માનસિક તાણનો શિકાર હતા.
જોકે સુત્રો અનુસાર મહિલાના આપઘાતનું કારણ પારિવારિક ઝઘડો હોવાનું માની રહ્યા છે. આ ઘટના બાદ હવે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો અને બીજી તરફ આ મામલે અડાજણ પોલીસે પણ આપઘાત અંગે આગળની તપાસ હાથ ધરી છે.