Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં સેલ્ફી લેવા જતાં તરુણ કોઝવેમાં પડયો : રાંદેરના ત્રણ મિત્રો પૈકી એક ડૂબ્યો.

Share

રવિવારની સવારે ત્રણ બાળકો સુરતમાં કોઝવે નજીક જોખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવેમાં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે, પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 5-7 મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઊંચકી રાખી કિનારે સુધી લાવ્યો હતો.

પાળા પાસે વધુ પડતી લીલ હોવાથી જો બાળકને ઊંચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ તેને શોધવો ખૂબ જ અઘરો હોત. 25 વર્ષના સ્વિમિંગમાં આવા 7-8 જણાના જીવ બચાવ્યા છે. પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાઈ ગયા હતા. ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતાં જ ગાયબ થઈ ગયા હતા.

Advertisement

રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લઈ રહેલો એક તરુણ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા. એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો. અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા.

તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો. અજય ઘીવાળાએ જણાવ્યું હતું કે 1995 થી તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગ કરી રહ્યો છું અને હરિઓમ ક્લબનો સભ્ય છે. અમે રોજના 200-250 જેટલા સભ્યો રોજિંદા કોઝવેમાં સવારે 7 થી 9 સ્વિમિંગ કરવા આવીએ છીએ.


Share

Related posts

માંગરોળ : લવેટ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું.

ProudOfGujarat

પંચમહાલ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે કૃષિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતા ત્રણ બાળકો એક મહિલા સહિત પાંચના મોત, અનેક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!