Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ‘આપ’ વિવાદ:27 હિંસક કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો;ચૂંટણી રદ કરાવવા આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું

Share

આપ નેતા મનીષ સીસોદીયા ના આગમન પહેલા પોલીસ નું કડક વલણ કરાયું હતું.ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.મગદલ્લા ચોકડી થી એરપોર્ટ તરફ જવાના રસ્તા ઉપર વાહન ચાકલો ની પૂછપરછ કરી આગળ જવા દેવાયા હતા સુરત આપ એ મનીષ સીસોદીયા નું ભવ્ય સ્વાગત ની જાહેરાત બાદ પોલીસ નું કદક વલણ બન્યુ હોવાની વાત સામે આવી હતી.સુરત એરપોર્ટ બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ ગોઠવાય હતો. એરપોર્ટ પર આપ ના કાર્યકર્તાઓ ની પાંખી હાજરી જોવા મળી હતી.આપ ના કાર્યકર્તાઓ ને અર્ધ વચ્ચે અટકાવી દેવાયા હતા. પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ,પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયી,ઇશુંદાન ગઢવી સ્વાગતમાં જોડાયા હતા.પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પણ સ્વાગત માં જોડાયાસિક્યુરિટી ઓફિસરને ટોળાની ધમકી, ‘તમે ગુલામ છો, ગુલામી બંધ કરો, નહીં તો સસ્પેન્ડ કરાવી દઇશું ની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી.પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી.
આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું.
ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું.કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું.સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો.મેયરની આબરૂને નુકસાન પહોંચે તે પ્રકારના અભદ્ર વાક્યો ઉચ્ચારવામાં આવ્યા હતા. હુલ્લડ દરમિયાન સભાખંડના કાચ, ખુરશીઓ અને ટેબલની પણ તોડફોડ કરવામાં આવી હતી.

જયદીપ રાઠોડ, સુરત.

Advertisement

Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ યુપીએલ કંપની સામેથી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ઝઘડીયા ખાતે દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!