Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઓલપાડ તાલુકા ટીચર્સ સોસાયટીની ૯૬ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને બી.આર.સી ભવન ઓલપાડમા યોજવામાં આવી.

Share

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામા ધી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી., ઓલપાડની ૯૬ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલ (બી.આર.સી. કો-ઓર્ડિનેટર, ઓલપાડ)નાં અધ્યક્ષસ્થાને બી આર સી ભવન ઓલપાડમા યોજવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીનાં વાઇસ ચેરમેન બળદેવભાઇ પટેલ (કુંદિયાણા પ્રાથમિક શાળા), મંડળીનાં માજી સેક્રેટરી ઠાકોરભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર (બલકસ પ્રાથમિક શાળા), મહિલા ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ (કરંજ પ્રાથમિક શાળા), મંડળીનાં કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સભાની શરૂઆતમાં તાલુકાના કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી બજાવતા-બજાવતા સદગતિ પામેલ શિક્ષકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મંડળીનાં જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલ (માસમા પ્રાથમિક શાળા)એ ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. તેમણે સને ૨૦૨૦-૨૧ નું પુંજી-દેવું મંજૂર કરી નફાની વહેંચણી કરવા બાબત, બચત થાપણ વ્યાજ દર નક્કી કરવા બાબત, પેટા નિયમમાં સુધારો-વધારો કરવા બાબત જેવાં એજન્ડાની વિસ્તૃત છણાવટ કરી હતી.

આ પ્રસંગે મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખ સ્થાનેથી કરજ વ્યાજ સહિતના ત્રણ જેટલા સુધારા રજૂ કર્યા હતા જે ઉપસ્થિત સૌએ આવકાર્યા હતા. તેમણે સૌને સંબોધતા જણાવ્યું હતું કે સભાસદોનો સહકાર, સંચાલકોની સેવા, સાથે જ ઈશ્વરનાં આશીર્વાદ અને પરસ્પરનાં સંકલન થકી જ આપણે અપેક્ષિત પ્રગતિ કરી શક્યા છીએ.

Advertisement

મંડળીનાં વાઇસ ચેરમેન બળદેવભાઇ પટેલે આગામી નાણાંકીય વર્ષ માટે મંડળીનાં પ્રમુખ, ઉપપ્રમુખ,સેક્રેટરીઓ તેમજ ઓનરરી ઓડિટર્સની બિનહરીફ વરણી કરવા બદલ સૌ સભાસદ શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મંડળીની પરંપરા મુજબ આ પ્રસંગે ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ સભાસદ શિક્ષક ભાઈ-બહેનોનાં પરિવારજનોને કલ્યાણનિધિ પેટે રૂપિયા એક-એક લાખની આર્થિક સહાય કરવામાં આવી હતી.

અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોનાં હિતનો ભાવ વ્યક્ત કરી આભારવિધિ મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલ (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, ઓલપાડ)એ આટોપી હતી. સભાને સફળ બનાવવા બીજા જોઇન્ટ સેક્રેટરી શશીકાંત પટેલ (માસમા પ્રાથમિક શાળા)એ જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

ProudOfGujarat

શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિતે ઇસકોન સંતસંગ કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન …

ProudOfGujarat

છત્તીસગઢ કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિજય દરડાને 4 વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!