સુરત ડાયમંડ એસોસિયેશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ ડાયમંડમાં આજ તારીખ 26.6.2021 નાં રોજ એલ.આઈ.સી ગોલ્ડન જુબેલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિન્ગર એમ્બ્યુલસ દાનમાં આપવામાં આવેલ છે.
ડાયમંડ હોસ્પિટલ પર એમ્બ્યુલન્સની વિધિ આજરોજ રાખવામાં આવેલ છે જેમાં સુરત ડિવિઝન તરફથી કે જી દરજી સાહેબ સીનીયર ડીવીઝનલ મેનેજર હિમાંશુ પટેલ માર્કેટિંગ મેનેજર અને દિલીપ દફલપુરકર મેનેજર સેલ્સ તેમજ હોસ્પિટલ તરફથી હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી વાઇસ ચેરમેન માવજીભાઈ માવાણી વાઇસ ચેરમેન માવજીભાઈ માવાણી વાઇસ ચેરમેન કેશુભાઈ ગોટી અને મંત્રી દિનેશભાઈ નાવડીયા ખજાનચી નાનુભાઈ વેકરીયા સહમંત્રી બાબુભાઈ કટારીયા કન્વીનર ડો. કનુભાઈ માવાણી એડમિનિસ્ટ્રેટર ડો હરેશ પાગડા એચ.આર. પ્રિયંકા સિંહ વગેરે હાજર રહ્યા હતા.
સુરત શહેરની જનતાના આરોગ્યની સંભાળ માટે હંમેશા પ્રયત્નશીલ ડાયમંડ હોસ્પિટલને આપના દ્વારા તાત્કાલિક સમાચાર હેતું મળેલ એમ્બ્યુલન્સની અમૂલ્ય ભેટને સ્વીકારતા ધન્યતાની લાગણી અનુભવી તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા એલ.આઇ.સી. ના આ માનવતા સભર યોગદાન અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલના હોદ્દેદારોએ આભાર પત્ર અર્પણ કર્યું હતું.
જયદીપ રાઠોડ, સુરત.