Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના અઠવાલાઇન્સમાં જલારામ ડેરીમાં આગ લાગી, દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ.

Share

સુરત શહેરમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડીને આગ કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 11:40 ની હતી. આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીના બંધ શટરમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ થયા બાદ માન દરવાજા અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ડેરીનું શટર ખોલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. 30-35 મિનિટની આગમાં દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી.

Advertisement

જયદીપ રાઠોડ, સુરત.


Share

Related posts

લીંબડીમાં આવેલ નીલકંઠ વિદ્યાલયમાં 50 બેડનું કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા : શિક્ષક દંપતીના જોડિયા પુત્રોએ ગળેફાંસો ખાધો : એકનું મોત.

ProudOfGujarat

ભરૂચમાં ટી.બી ની બીમારીથી માતાનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થતાં 3 વર્ષની પુત્રી માતાને જગાડવા પ્રયત્ન કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!