ઈન્ડીયન આર્મીમાં જોડાવા ઈચ્છુક અપરણિત પુરૂષો માટે આગામી તા.૫/૮/૨૦૨૧થી તા.૨૨/૮/૨૦૨૧ દરમિયાન રાજયના ૨૦ જિલ્લાઓના ઉમેદવારો માટે ગોધરાના કનેલાવ ખાતે લશ્કરી ભરતી રેલી યોજાનાર છે. જેમાં સાત કેટેગરીના સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટ્રેડસમેન, સોલ્જર ટેકનિકલ, સોલ્જર નર્સિગ આ., નર્સિગ વેટરનરી અને સોલ્જર કલાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.૮ પાસથી લઈ ધો.૧૨/ડિપ્લોમા/ડીગ્રીધારક યુવાનો ભાગ લઈ શકશે.
જયારે મહિલા ઉમેદવારો માટે ભારતીય થલ સેનામાં સોલ્જર જનરલ ડયુટી પદ માટે કોઈ પણ જિલ્લાની મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં ધો.૧૦ પાસ સરેરાશ ૪૫ ટકા સાથે તેજમ લધુત્તમ ઉચાઈ ૧૫૨ સે.મી. વજન આર્મી મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ હોવું જોઈએ. ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો માટે ઓફીશ્યલ વેબસાઈટ www.joinindianrmy.ni.in પર તા.૨૦/૭/૨૦૨૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માર્ગદર્શન માટે રોજગાર સેતુ હેલ્પલાઈન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરી વિગતો મેળવી શકાશે. તેમજ ફોર્મ ભરવા માટે રોજગાર કચેરી ખાતે સુવિધા ઉપલબ્ધ છે. તેમજ સુરતના મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
વિનોદ મૈસુરિયા, સુરત.