Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સાડા ચાર વર્ષની બાળકી ઉપર વોચમેને આચર્યું દુષ્કર્મ : રૂમમાંથી બાળકી બેભાન મળી.

Share

નાની બાળાઓ ઉપર દુષ્કર્મ ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં માત્ર સાડા ચાર વર્ષની શ્રમિક બાળા ઉપર વોચમેને બળાત્કાર ગુજારતા બાળકી બેભાન થયાની ઘટના સામે આવી છે. અડાજણમાં નવી બાંધકામની સાઇડની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને ટેરેસ લઈ જઈ રેપ કર્યો હતો. અડાજણ પોલીસની સતર્કતાને કારણે બાળકી સહીસલામત મળી આવી હતી. અડાજણમાં નવી બંધાતી સાઇડ મજૂર કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની દીકરી ગુરુવારે બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. પરિવારે બાળકીની ત્રણ-ચાર કલાક સુધી શોધખોળ કરી છતાં પત્તો લાગ્યો ન હતો.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણમાં નવી બંધાતી સાઇડ મજૂર કરતા પરિવારની સાડા ચાર વર્ષની બાળા ગઈ કાલે ગુરુવારે બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. પરિવારે બાળકીની ત્રણ-ચાર કલાક સુધી શોધખોળ કરી છતાં પત્તો નહિ લાગતા પોલીસને જાણ કરી હતી.

Advertisement

અડાજણ પોલીસ મથક ના પીઆઈ સહિતના સ્ટાફે નવી બાંધકામની સાઇડ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની અન્ય ટીમે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી જેમાં એક વ્યકિત સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરી બાળકીને લઈ જતો દેખાતા આ ફુટેજ આધારે તે સિક્યુરિટી ગાર્ડની તપાસ કરતા તે બાજુની બિલ્ડિંગમાં નોકરી કરતો હોવાનું ખુલતા પોલીસ તે બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી ત્યારે રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી હતી.

બાળકીને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન જણાતા પોલીસે બાળકીને મેડિકલ પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજી તરફ પોલીસને આરોપીના ફૂટેજ મળ્યા છે. આરોપીનું નામ 31 વર્ષીય શિવનારાયણ જયરાજસિંહ છે અને તે મૂળ યુપીનો છે. અડાજણ પોલીસે મોડી રાતે ફરિયાદ લઈ સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Share

Related posts

રાજપીપલાની જૂની સિવીલ હોસ્પિટલ ખાતે મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે PSA ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મૂકાયો.

ProudOfGujarat

ભરૂચ : “જી -૨૦ જન ભાગીદારી” કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ખાતે રંગોલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!